જીગ્નેશ મેવાણીએ રાહુલ ગાંધી મામલે પોસ્ટ કર્યો એવો Video કે લોકો બોલ્યા- ‘રાહુલ ગાંધી નહીં, દેશના નાગરિકોની જીત’

અમદાવાદઃ શુક્રવાર કોંગ્રેસ અને રાહુલ ગાંધી માટે સારા સમાચાર લઈને આવ્યો છે. મોદી સરનેમ કેસમાં ગુજરાતની તમામ કોર્ટોએ રાહુલ ગાંધીને રાહત આપી ન્હોતી પરંતુ સુપ્રીમ…

gujarattak
follow google news

અમદાવાદઃ શુક્રવાર કોંગ્રેસ અને રાહુલ ગાંધી માટે સારા સમાચાર લઈને આવ્યો છે. મોદી સરનેમ કેસમાં ગુજરાતની તમામ કોર્ટોએ રાહુલ ગાંધીને રાહત આપી ન્હોતી પરંતુ સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીની સજાને લઈને કોર્ટે સ્ટે આપ્યો છે અને આ મામલે કોંગ્રેસમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સ્થાનીક નેતાઓથી માંડીને કેન્દ્રીય નેતાઓ પણ આ નિર્ણયને આવકારી રહ્યા છે. આખરે લોકશાહીની જીત થયાનો ઉત્સાહ મનાવી રહ્યા છે. સુરતની નીચલી કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી 2 વર્ષની મહત્તમ સજા ફટકારી હતી. સુરત કોર્ટના આ નિર્ણય બાદ રાહુલ ગાંધીએ સંસદનું સભ્યપદ ગુમાવ્યું હતું. રાહુલ ગાંધીને દોષિત ઠેરવવાની સાથે સુપ્રીમ કોર્ટે હવે તેમને આપવામાં આવેલી સજા પર રોક લગાવી દીધી છે. આ મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ કરેલી સોશ્યલ મીડિયા પોસ્ટ ખુબ વાયરલ થઈ રહી છે. તેમણે કરેલી પોસ્ટ પર લોકો રીતસર કમેન્ટ્સ કરી રહ્યા છે કે, રાહુલ ગાંધી નહીં પણ દેશના દરેક નાગરિકની જીત થઈ છે. તો બીજી બાજુ કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે બહુ ખુશ થવાની જરૂર નથી.

જીગ્નેશ મેવાણીએ એવું પણ કહ્યું કે, આ લોકોને ખબર હતી કે સુપ્રીમ કોર્ટમાં 100 ટકા રાહુલ ગાંધીને રાહત મળશે. તેમને રાહત મળી ત્યારે રાહુલ ગાંધી ફરી વાયનાડના સાસંદ છે. હવે ભવિષ્યમાં કોઈની પણ કનડગત કરવામાં ના આવે ભાજપ દ્વારા એવી અપેક્ષા રાખું છું. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે મેક્સિમમ સજા કેમ કરાઈ છે? એક દિવસ પણ ઓછી કરી હોત તો તેમનું સાંસદ પદ નહીં જતું. તેમનું સાંસદ પદ જાય તેવી સજા થઈ હતી. તેથી સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય હું આવકારું છું. કોંગ્રેસ માટે આગામી ચૂંટણીમાં આ નિર્ણયથી સોનામાં સુગંધ ભળશે.

અમિત ચાવડાએ કહ્યું- સુપ્રીમ કોર્ટના નિર્ણય

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, રાહુલ ગાંધી પર જે રીતે ખોટા આરોપો લગાવીને તેમને રાજકીય રીતે હેરાન કરવાના પ્રયત્નો કરવામાં આવતા હતા તેની સામે સુપ્રીમ કોર્ટના નિર્ણયે લોકોના અવાજને બુલંદ કર્યો છે. રાહુલ ગાંધીએ હંમેશા કોઈનાથી ડર્યા કે શરમ રાખ્યા વગર રાહુલ ગાંધીએ નિડરતાથી અવાજ ઉઠાવ્યો છે.

રાહુલ ગાંધી પર કેસ કરનાર પુર્ણેશ મોદીએ શું કહ્યું?

પુર્ણેશ મોદીએ કહ્યું કે, 2019માં કોંગ્રેસના તત્કાલિન અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક જનસભામાં OBC સમાજના મોટા ઘટક, મોદી સરનેમધારી, મોદી કાસ્ટ, મોદી સમાજ, મોદી કોમ્યુનિટી આ બધાનું અપમાન કર્યું. તે સમયે અમે સુરતમાં ટ્રાયલ કોર્ટમાં 2013માં જ અરજી દાખલ કરી હતી. બાદમાં 2023માં ટ્રાયલ કોર્ટે બધી કાયદાકીય પ્રક્રિયા બાદ રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવવામાં આવી.

તેમણે કહ્યું, બાદમાં રાહુલ ગાંધીએ સુરતની સેશન્સ કોર્ટમાં સજા પર સ્ટેની અરજી કરી, ત્યાં પણ તેમના સમર્થનમાં ચૂકાદો ન આવ્યો. બાદમાં ગુજરાતની હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યાં પણ અમારા તરફેણમાં ચૂકાદો આવ્યો. આ બાદ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આજે તેમની સજા પર કોર્ટે સ્ટે આપ્યો છે. અમે આ કાયદાકીય પ્રક્રિયામાં સન્માનિય ચુકાદાનું સ્વાગત કરીએ છીએ. આગામી દિવસોમાં અમારા સમાજ તરફથી કાયદાકીય લડત લડવામાં આવશે.

મહિલા બુટલેગર એસ ટી બસમાં કરી રહી હતી દારૂની હેરફેર, પોલીસે રંગે હાથ ઝડપી પાડી

શું કહ્યું ભાજપ નેતા ઋત્વિજ પટેલે જુઓ Video

રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા પાછી આવી શકે

સુરતની નીચલી કોર્ટે બે વર્ષની સજા ફટકાર્યા બાદ રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. લોકસભા સચિવાલયે આદેશ જારી કરીને રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવવાના આધારે સંસદની સદસ્યતા સમાપ્ત કરી દીધી હતી.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી રાહુલ ગાંધી માટે સંસદના દરવાજા કાયદેસર રીતે ખુલી ગયા છે. હવે રાહુલની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. રાહુલને સંસદના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવ્યા પછી વાયનાડ બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ હોત, તો તેમનું સભ્યપદ પુનઃસ્થાપિત થયું ન હોત. વાયનાડમાં હજુ પેટાચૂંટણી યોજાઈ નથી.

રાહુલ 2024ની લોકસભા ચૂંટણી લડી શકશે

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી રાહુલ ગાંધીની 2024ની ચૂંટણી લડવાની શક્યતાઓ પરના વાદળો પણ દૂર થઈ ગયા છે. જો સુપ્રીમ કોર્ટે રાહુલને દોષિત ઠેરવતા નીચલી અદાલતના ચુકાદા પર સ્ટે ન મૂક્યો હોત તો પણ તેઓ 2024ની લોકસભાની ચૂંટણી લડી શક્યા ન હોત. સુપ્રીમ કોર્ટના સ્ટેન્ડ અને તાજેતરના નિર્ણય બંનેથી સ્પષ્ટ થઈ ગયું છે કે રાહુલ ગાંધી માત્ર સંસદમાં જ નહીં પરંતુ 2024ની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પણ જોવા મળશે.

 

    follow whatsapp