અમદાવાદ: એક તરફ રાહુલ ગાંધીના સાંસદ સભ્ય તરીકેની સદસ્યતા ગુમાવી ચૂક્યા છે. ત્યારે આવતા વર્ષે વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. આ દરમિયાન સવાલ એ ઉઠી રહ્યો છે. કે આવનાર વર્ષે વિપક્ષો એક થઈ ચૂંટણી લડશે? આ પહેલા પ્રિયંકા ગાંધીએ વિપક્ષોને એક કરવાની વાત કરી હતી. ત્યારે આજે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટેરી અને મહારાષ્ટ્ર સહ-પ્રભારી ગોપાલ ઇટાલિયાએ રાહુલ ગાંધીની સજાને લઈ ભાજપ અને ન્યાય તંત્ર પર સવાલ ઉઠાવ્યા છે.
ADVERTISEMENT
કેજરીવાલે પણ કર્યું હતું ટ્વિટ
રાહુલ ગાંધીની સજાને લઈ અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, બિન-ભાજપ નેતાઓ અને પાર્ટીઓ પર કાર્યવાહી કરીને તેમને ખતમ કરવાનું ષડયંત્ર છે. કોંગ્રેસ સાથે અમારો મતભેદ છે, પરંતુ રાહુલ ગાંધીને આ રીતે માનહાનિના કેસમાં ફસાવી યોગ્ય નથી. પ્રશ્નો પૂછવાનું કામ જનતા અને વિપક્ષનું છે. અમે કોર્ટનું સન્માન કરીએ છીએ, પરંતુ નિર્ણય સાથે અસંમત છીએ.
ત્યારે જોવાનું રહ્યું કે આવનાર સમયમાં વિપક્ષો ક્યાં નિર્ણય પર આવે છે. વિપક્ષની એકતા પર અનેક વખત ચર્ચાઓ ઠાઈઓ ચૂકી છે. પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ નથી મળ્યું. ત્યારે આગામી લોકસભાની ચૂંટણી આડે હવે ફક્ત એક જ વર્ષ બાકી રહ્યું છે. ત્યારે ભાજપને ટક્કર આપવા વિપક્ષ એક થાય છે કે નહીં એ તો સમય આવીએ જ જાણી શકાશે.
રાહુલ ગાંધી જ નહીં પરંતુ લાલુ પ્રસાદ યાદવ, આઝમ ખાન સહિત આ નેતાઓ ગુમાવી ચૂક્યા છે સદસ્યતા, જુઓ લિસ્ટ
પ્રિયંકા ગાંધી કરી ચૂક્યા છે આ વાત
કોંગ્રેસનું આ 85મું અધિવેશન 24 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલ્યું હતું. જેમાં પ્રિયંકા ગાંધીએ આગામી લોકસભા ચૂંટણી માટે વિરોધ પક્ષોના નેતાઓને મોટી અપીલ કરી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ચૂંટણીમાં એક વર્ષ બાકી છે. આપણે એક થઈને લડવું પડશે. ભાજપની વિરોધી વિચારધારા ધરાવતા તમામ રાજકીય પક્ષો એક થયા. પરંતુ દેશને કોંગ્રેસ પાસેથી જ આશા છે. રાજકારણ કેવી રીતે કરવું જોઈએ તેનું ઉદાહરણ બનવું જોઈએ. આ સામે ભાજપને આડે હાથ લેતા કહ્યું કે જ્યારે પણ ચૂંટણી આવે છે. આવા મુદ્દાઓ ઉભા થાય છે જેનો લોકો માટે કોઈ અર્થ નથી. રોજગાર અને મોંઘવારીના મુદ્દે ચૂંટણી લડવી જોઈએ. આ દિવસોમાં ચૂંટણીમાં નકારાત્મક છે, પરંતુ આપણે હકારાત્મકતા સાથે ચૂંટણી લડવી પડશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT