અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ આરોપ પ્રત્યારોપ ની રાજનીતિ, તોડજોડની રાજનીતિ બાદ હવે સોશિયલ મીડિયા પર પણ રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. ગઈ કાલથી ટ્વિટર પર OPSને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે હવે આ મામલે રાહુલ ગાંધીએ ટ્વિટ કરી રાજકારણમાં ગરમાવો લાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યુંકે, ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરીશું
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો અનેક વચનો, ગેરેન્ટી તથા વાયદા લઈને જનતાની વચ્ચે જઈ રહ્યા છે. ગુજરાતના પ્રવાસે રાહુલગાંધી આવ્યા હતા ત્યારે તેમણે 8 વચનો લોકોને આપ્યા હતા. ત્યારે હવે વધુ 3 વચનો કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કહ્યું કે ગુજરાતમાં સરકાર બનશે તો જૂની પેન્શન યોજના (OPS) ફરી લાગુ કરીશું. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં 100 દિવસીય ઈન્દિરા ગાંધી રોજગાર યોજના શરૂ કરવામાં આવશે. ગરીબોને સવાર સાંજ માત્ર 8 રૂપિયામાં શહેરી વિસ્તારોમાં ભોજનની વ્યવસ્થા કરાશે. જેમાં બપોરે અને સાંજે 100 ગ્રામ દાળ, શાક, રોટલી અને અથાણા સહિતનું પૌષ્ટિક ભોજન જરૂરિયાતમંદોને આપવામાં આવશે તેમ વચન આપવામાં આવ્યું હતું ત્યારે હવે રાહુલ ગાંધીએ જૂની પેન્શન યોજના (OPS) આ મામલે ટ્વિટ કર્યું છે.
કોંગ્રેસ ગુજરાતમાં પણ જૂની પેન્શન યોજના આપશે
જે બાદ ફરી રાજ્યમાં જૂની પેન્શન યોજના મુદ્દે રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી લખ્યું છે કે આ યોજના હટાવી વૃદ્ધોને આત્મનિર્ભરથી નિર્ભર બનાવી દીધા, જૂની પેન્શન યોજના કર્મચારીઓનો હક છે. અમે રાજસ્થાન, છત્તીસગઢમાં જૂની પેન્શન યોજના આપી છે. આવનાર દિવસોમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે ત્યારે ગુજરાતમાં પણ કોંગ્રેસ જૂની પેન્શન યોજના આપીશું.
ADVERTISEMENT