Porbandar News: પોરબંદર -છાયા નગરપાલિકા દ્વારા ખીજડી પ્લોટમાં નવા બગીચાનું નિર્માણ કરવામા આવી રહ્યું છે. તેમાં બનાવામાં આવતા શૌચાલયને લઇ વિવાદ ચાલી રહ્યો છે. જેમાં પાલિકાના પ્રમુખ સરજુ કારીયા અને પોરબંદર શહેર યુવા ભાજપ પ્રમુખ સાગર મોદી આમને સામને આવી ગયા છે.
ADVERTISEMENT
બાંધકામ બંધ રાખવાનો હુકમ હતો છતા સત્તાધિશોએ કામ શરૂ કર્યું
પોરબંદરમાં ખીજડી પ્લોટના બગીચામાં બનાવામાં આવી રહેલા શૌચાલયનો મુદો છેક પ્રાદેશિક કમિશનરની કચેરી સુધી પહોંચ્યો હતો અને તેમણે હાલના તબકકે બગીચાનું બાંધકામ બંધ રાખવા હુકમ કર્યો હતો. તેમ છતાં પાલિકાના સત્તાધીશોએ બગીચાનું કામ શરૂ કરી દેતા સ્થાનીકોએ વિરોધ કર્યો હતો અને અને પોલીસને આ મુદે ફરિયાદ અરજી આપી કામ બંધ કરાવા માંગ કરી હતી.
Aditya-L1 Launch: લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ, વૈજ્ઞાનિકો પહોંચ્યા વેંકટેશ્વર મંદિર
કામ શરૂ કરવા બાબતે પોરબંદર-છાયા નગરપાલિકાના ચીફ ઓફીસર ગૌરાંગ પટેલે. એવું જણાવ્યું હતું લીગલ ઓપીનીયન લીધા બાદ કામ શરૂ કરવામાં આવ્યું છે. તેમાં બગીચાનું કામ ચાલી રહ્યું છે. શૌચાલયનું કામ કરવામા આવતું નથી. પાલિકાના ચીફ ઓફીસર ખીજડી પ્લોટના મુદે ગોળગોળ જવાબ આપ્યો હતો.
પોરબંદરમાં ખીજડી પ્લોટના બગીચાના શૌચાલયના મુદે ભાજપ શાશીત પાલિકાના પ્રમુખ સરજુ કારીયા અને શહેર યુવા ભાજપ પ્રમુખ સાગર મોદી આમને -સામને આવી ગયા છે. જેને કારણે સ્થાનીક ભાજપ અને શહેરમા ભારે ચર્ચા જોવા મળી રહી છે.
ADVERTISEMENT