Gopal Italiaનો પ્રહાર કહ્યું, ભાજપના કહેવાથી AAPની ઓફિસ પર પહોંચી પોલીસ

અમદાવાદ: આમ આદમી પાર્ટીની ઓફિસ પર દરોડા મામલે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આ મામલે પોલીસ બાદ હવે ગોપાલ ઇટલીયા અને ઇસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે…

gujarattak
follow google news

અમદાવાદ: આમ આદમી પાર્ટીની ઓફિસ પર દરોડા મામલે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આ મામલે પોલીસ બાદ હવે ગોપાલ ઇટલીયા અને ઇસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે અને ભાજપ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, પોલીસ પર દિલ્હીથી દબાણ આવી રહ્યું છે પોલીસનો કોઈ વાંક નથી.

પોલીસ, સીબીઆઇ અને ઇડીથી ડરવાના નથી
અમદાવાદ આમ આદમી પાર્ટી દરોડા મામલે પોલીસના ટ્વિટ બાદ ગોપાલ ઇટલીયા અને ઇસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. ઇસુદાન ગઢવીએ કહ્યું કે બોખલાઇ કેમ ગયું છે. ભાજપને ખબર છે આમ આદમી પાર્ટીનો ગ્રાફ વધી રહ્યો છે ત્યારે ઉમેદવાર પર પણ આક્ષેપ કરે છે. અમદાવાદ પોલીસે ટ્વિટ કરી કહ્યું કે રેડ કરવામાં નથી આવી. મને ખબર છે કે પોલીસ પર દિલ્હીથી દબાણ આવી રહ્યું છે. પોલીસનો કોઈ વાંક નથી. પોલીસને બોલવાનો અધિકાર નથી. હું રિક્વેસ્ટ કરું આમ આદમી પાર્ટીની બીજી ઓફિસમાં પણ રેડ કરો પણ છુપાવો છો શું કામ? પોલીસ, સીબીઆઇ અને ઇડીથી ડરવાના નથી.

રેડ મામલે ગોપાલ ઇટલીયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગઇકાલ રાત્રે ભાજપના ઇશારે 8.30 વાગ્યા આસપાસ પોલીસે સર્ચ ઓપરેશન કમ રેડ પાડવામાં આવી. અને આજે અમદાવાદ પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે કોઈ રેડ કરવામાં નથી આવી. કાલે 8.30 આસપાસ કેટલા પોલીસ વાળા આવ્યા અને ઓફિસમાં હાજર સંગઠન મંત્રીએ પરિચય પૂછતાં કહ્યું કે, નવરંગપુરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાંથી આવીએ છીએ અને આઇ કાર્ડ માંગતા પોલીસ તરીકેનું આઇ કાર્ડ બતાવ્યું. જેમાં હિતેશભાઈ અને પરસભાઈનું આઇ કાર્ડ હતું. તેમણે ઓફિસ ચેક કરી હતી.

અમદાવાદ શહેર પોલીસ અને ભાજપને એમ હોય કે કોઈ રેડ નથી થઈ તો હિતેશ અને પારસ નામના વ્યક્તિની તપાસ કરવામાં આવે. નવી ઓફિસના કારણે કોઈ સીસીટીવી કેમેરા નથી પરંતુ બિલ્ડિંગની બાજુમાં બેંક છે અને તેના કેમેરા ચેક કરવામાં આવે. હિતેશ અને પારસ ના કોલ લોકેશન ચેક કરવામાં આવે. અમે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં લેટમાં આપવાના છીએ કે, જો આ અસલી પોલીસ છે તો આ ભાજપએ મોકલેલી પોલીસ છે અને જો આ નકલી હોય તો હિતેશ અને પારસ નામના વ્યક્તિ પર fir કરવામાં આવે. બેન્કના કેમેરા ચેક કરવામાં આવે.

    follow whatsapp