દિગ્વિજય પાઠક.વડોદરાઃ એમએસ યુનિવર્સિટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટી વધુ એક વખત વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના ફાઈન આર્ટ્સ વિભાગમાં નેશનલ એકઝીબિશન ઓફ પેન્ટિંગ યોજાઈ હતી. પ્રદર્શનમાં એક કલાકાર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિશ્વકર્માના રૂપમાં દર્શાવવામાં આવતા ચિત્રને લઈને વિવાદ થયો હતો.
ADVERTISEMENT
મોદીને વિશ્વકર્માના રૂપમાં દર્શાવાયા
ચિત્રમાં પ્રધાનમંત્રી મોદીને વિશ્વકર્માના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે. તેમના હાથમાં ચક્ર અને સૂળ છે. તેમના શરીર પર હિન્દુ ધર્મના પ્રતીકો દર્શાવવામાં આવ્યા છે. ચિત્રને લઈને મોટો વિવાદ થાય તે પહેલા જ ચિત્રને હટાવવાની માંગ ઊભી હતી. ચિત્રને લઈને વધુ વિવાદ થાય તે પહેલા યુનિવર્સિટીએ ચિત્રને હટાવી લીધું હતું.
આ પહેલાં પણ એમએસ યુનિવર્સિટીનું ફાઈન આર્ટ્સ ફેકલ્ટી વિવાદમાં આવ્યું હતું. એમએસ યુનિવર્સિટીનું ફાઈન આર્ટ્સ ફેકલ્ટી વારંવાર વિવાદમાં આવી રહ્યું છે. આ ફેકલ્ટીના કલાકારો હંમેશા વિવાદાસ્પદ વિષયો પર થતા કામોને લઈને ચર્ચામાં રહે છે. આ કારણે યુનિવર્સિટીને ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ADVERTISEMENT