દિલ્હીઃ શિક્ષક દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીએ સોમવારે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે આ દરમિયાન દેશભરની 14 હજાર 500 શાળાઓને અપગ્રેડ કરવાની વાત ઉચ્ચારી હતી. નોંધનીય છે કે આ PM SHRI યોજના હેઠળ સમગ્ર કાર્યક્રમ હાથ ધરાશે.
ADVERTISEMENT
PM મોદીએ જણાવ્યું કે આજે શિક્ષક દિવસ નિમિત્તે હું એક નવી પહેલ વિશે જાહેરાત કરવા જઈ રહ્યો છું. PM સ્કૂલ ફોર રાઈઝિંગ ઈન્ડિયા યોજના અંતર્ગત સમગ્ર ભારતમાં 14 હજાર 500 શાળાઓનો વિકાસ હાથ ધરાશે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે આ યોજના હેઠળ શાળાઓમાં શિક્ષણ પ્રદાન કરવા માટે એક આધુનિક, પરિવર્તનકારી પહેલ હશે. આમાં શાળમાં લેટેસ્ટ ટેકનિક, સ્માર્ટ ક્લાસરૂમ, રમત અને અન્ય આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ભાર મુકવામાં આવશે.
વડાપ્રધાન મોદી અમદાવાદ આવશે
10 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે સાયન્સસિટીની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ સાયન્સસિટી ખાતે આયોજિત વિજ્ઞાન પરિષદનું ઉદ્ઘાટન કરશે. અગાઉ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત આવ્યા હતા ત્યારે તેમણે કમલમ ખાતે તાત્કાલિક બેઠક બોલાવી દીધી હતી. જેમાં મોટાભાગના ભાજપના હોદ્દેદારોએ હાજરી આપી હતી. જેથી અટકળો લગાવાઈ રહી હતી કે વડાપ્રધાન મોદી ચૂંટણીલક્ષી કાર્યો અંગે કાર્યકર્તાઓ અને દિગ્ગજ નેતાઓને માર્ગદર્શન આપી રહ્યા છે.
PM મોદી ચૂંટણીલક્ષી કાર્યક્રમોની સમીક્ષા કરી શકે..
વળી PM મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક જ ગાડીમાં સવાર થયા હતા. આ દરમિયાન તેમના વચ્ચે ચૂંટણીલક્ષી કાર્યોની ચર્ચા થઈ હોવાનું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે. વળી આની સાથે તેમણે પોતાના કાર્યક્રમમાં ફેરફાર કરીને દિલ્હી જવાના બદલે અચાનક કમલમ ખાતે મીટિંગ બોલાવી ભાજપના હોદ્દેદારોને સૂચન આપ્યું હતું. જેના કારણે અનેક અટકળોનો દોર શરૂ થઈ ગયો હતો. તેવામાં વડાપ્રધાન મોદી હવે આ ગુજરાત પ્રવાસ દરમિયાન ચૂંટણીલક્ષી કાર્યક્રમોની સમીક્ષા કરી શકે છે.
ADVERTISEMENT