PM મોદીના આગમનની પૂર્વે તૈયારીઓ શરૂ, સુરત-ભાવનગરમાં યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી

સુરત/ભાવનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેવામાં સુરત ખાતે એક કાર્યક્રમ અને ભાવનગરમાં 2 કિમી લાંબા રોડશોમાં નરેન્દ્ર…

gujarattak
follow google news

સુરત/ભાવનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેવામાં સુરત ખાતે એક કાર્યક્રમ અને ભાવનગરમાં 2 કિમી લાંબા રોડશોમાં નરેન્દ્ર મોદી ભાગ લેશે. જેને જોતા અત્યારે સુરત અને ભાવનગરમાં તડામાર તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રોડ શો જ્યાં થવાનો છે ત્યાં પેચવર્ક સહિત કલરકામ શરૂ કરી દેવામાં આવ્યો છે.

હજારોની સંખ્યમાં લોકો રોડશોમાં જોડાશે
ભાવનગરમાં વડાપ્રધાન મોદી 2 કિમી લાંબો રોડ શો કરવા જઈ રહ્યા છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાઈ શકે છે. અત્યારે એને લાઈને આ માર્ગ પર પેચવર્ક શરૂ કરી દેવામાં આવ્યું છે. અને આસપાસ કલરકામ પણ શરૂ કરી દીધું છે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીના આગમન અંગે માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે.

ત્યારપછી વડાપ્રધાન મોદી એક જંગી સભાને સંબોધિત કરશે. જેમાં લગભગ 2 લાખથી વધુ લોકો હાજરી આપી શકે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. જેનું આયોજન ભાવનગરના જવાહર મેદાનમાં બપોરે કરાશે.

સુરતઃ હર્ષ સંઘવીએ કાર્યનું પરિક્ષણ કર્યું
સુરતમાં વડાપ્રધાન મોદી એક કાર્યક્રમમાં હાજરી આપશે. જે અંગે હર્ષ સંઘવીએ કાર્યક્રમના સ્થળ પર પહોંચી કાર્યોનું પરિક્ષણ કરવાનું શરૂ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29મીના દિવસે સવારે સુરતનાં લિંબાયત વિધાનસભા વિસ્તારમાં આવશે. જેને લઈને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

લિંબાયત વિધાનસભા વિસ્તારમાં થવા જઈ રહેલા આ કાર્યક્રમમાં ૨ લાખથી વધુ લોકો હાજરી આપી શકે છે. જેના માટે વૉટર પ્રૂફ ડોમ બનાવવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કાર્યક્રમ સ્થળની મુલાકાત કરી અધિકારીઓ સાથે તૈયારીઓની સમીક્ષા કરી હતી. કાર્યક્ર્મ સ્થળની મુલાકાત લીધા પછી હર્ષ સંઘવીએ મીડિયાને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે એમના રૂટ ઉપર અલગ અલગ સમાજ દ્વારા સ્વાગત સ્ટેજ બનાવવા આવ્યા છે અને અંદાજે બે લાખ લોકો કાર્યક્રમમાં હાજીરી આપવાના છે. આ કાર્યક્રમમાં 3500 કરોડના અલગ અલગ કાર્યો ની ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.

With Input- સંજયસિંહ રાઠોડ, સુરત

    follow whatsapp