કચ્છઃ પૂર્વ MLA જયંતિ ભાનુશાળી હત્યા કેસ સહિતના 7 આરોપીઓને PASA કરાઈ

કૌશિક કાંટેચા.કચ્છઃ કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસ સહિત 7 ગુનાના આરોપી જયંતિ ઠક્કર સામે પ્રિવેન્શન ઓફ એન્ટિ-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ (PASA) હેઠળ કાર્યવાહી…

gujarattak
follow google news

કૌશિક કાંટેચા.કચ્છઃ કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસ સહિત 7 ગુનાના આરોપી જયંતિ ઠક્કર સામે પ્રિવેન્શન ઓફ એન્ટિ-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ (PASA) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ભુજ લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે જયંતિ ઠક્કરની પાસા હેઠળ ધરપકડ કરી તેને ભાવનગર જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જયંતિ ઠક્કર વિરુદ્ધ ઠગાઈ, બેંક બોગસ લોન સહિતના સાત જેટલા ગુના નોધાયેલા છે.

જયંતિ ઠક્કરની હનીટ્રેપમાં ફરી ધરપકડ બાદ ફરી જેલવાસ અને…

પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં જેલવાસ ભોગવી રહેલા જયંતિ ઠક્કરને આ કેસમાં જામીન મળી ગયા બાદ અમદાવાદ રહેતો હતો. જોકે, થોડા દિવસ અગાઉ જયંતિ ઠક્કરની કચ્છમાં ચકચારી એક હની ટ્રેપ કેસમાં ફરીથી ધરપકડ થયા બાદ તેને ફરીથી જેલમાં ધકેલી દેવાયો હતો. જોકે આ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાંથી નાદુરસ્ત તબિયતના આધારે રેગ્યુલર જામીન મળી ગયા હતા.

અલ્યા ફરી? જામનગરના કાર્યક્રમાં મેયરે રિવાબાનું નામ લેવાનું ટાળ્યું, બાજુમાં જ ઊભા રહી ફોટો પડાવ્યો પણ- Video

પરિણામે જેલની બહાર રહેવાના પગલે સામજિક ભયનો માહોલ ઊભો થવાની શક્યતાને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરને જયંતિ ઠક્કર સામે પાસા હેઠળ પગલાં લેવા દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્તને કલેક્ટરે મંજૂરી આપતા જ ભુજ એલ.સી.બી પોલીસે તેની ધરપકડ કરી ભાવનગર જેલમાં ધકેલી દીધો છે.

    follow whatsapp