મમતા સરકારમાંથી પાર્થ ચેટર્જીની હકાલપટ્ટી, પાર્ટીમાંથી હાંકી કાઢવાની માંગ

પશ્ચિમ બંગાળ એસએસસી ભરતી કૌભાંડના આરોપી પાર્થ ચેટર્જીને પાર્ટીમાંથી હાંકી કાઢવાની માંગ વચ્ચે તેમની મંત્રી મંડળમાંથી હક્કાલ પટ્ટી કરવામાં આવી છે . મમતા સરકારના સત્તાવાર…

gujarattak
follow google news

પશ્ચિમ બંગાળ એસએસસી ભરતી કૌભાંડના આરોપી પાર્થ ચેટર્જીને પાર્ટીમાંથી હાંકી કાઢવાની માંગ વચ્ચે તેમની મંત્રી મંડળમાંથી હક્કાલ પટ્ટી કરવામાં આવી છે . મમતા સરકારના સત્તાવાર આદેશમાં કહેવામાં આવ્યું છે કે પાર્થ ચેટરજીને તાત્કાલિક અસરથી કેબિનેટમાંથી દૂર કરવામાં આવ્યા છે. તેમને તાત્કાલિક અસરથી વાણિજ્ય અને એન્ટરપ્રાઇઝ મંત્રી, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અને સંસદીય બાબતોના મંત્રી પદેથી દૂર કરવામાં આવ્યા છે.

મમતા સરકારે કહ્યું કે ચેટરજીને 28 જુલાઈથી તેમના વિભાગોના પ્રભારી મંત્રી તરીકેની તેમની ફરજોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. મમતા બેનર્જીએ બરતરફ કરાયેલા પ્રધાન પાર્થ ચેટરજીના ઉદ્યોગો અને અન્ય ખાતાઓ સંભાળ્યા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચેટરજીના એપાર્ટમેન્ટમાંથી લગભગ 50 કરોડ રૂપિયા રોકડ અને સોનું મળી આવ્યું છે. આ સિવાય કેટલીક પ્રોપર્ટી અને વિદેશી હૂંડિયામણ સંબંધિત દસ્તાવેજો પણ મળી આવ્યા હતા, જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

મમતા સરકારના મંત્રી પાર્થ ચેટરજીની હક્કલપટ્ટી કરવાની માગણી માટે તૃણમૂલ કોંગ્રેસે (TMC ) બેઠક બોલાવી હતી. આ બેઠકની અધ્યક્ષતા મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ કરી હતી. મંત્રી પદેથી હટાવવા ઉપરાંત તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવાની પણ માંગ ઉઠી છે. આ નિર્ણય પહેલાં, પાર્ટીના રાજ્ય મહાસચિવ અને પ્રવક્તા કુણાલ ઘોષે પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટરજીને તાત્કાલિક હટાવવાની માંગ કરી હતી. ચેટર્જીની SSC કૌભાંડની તપાસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેમની તાત્કાલિક હકાલપટ્ટી પણ કરી હતી.

TMCના પ્રવક્તા ઘોષે સવારે 9:52 વાગ્યે ટ્વીટ કર્યું, “પાર્થ ચેટરજીને તાત્કાલિક કેબિનેટ અને પાર્ટીના તમામ પદોમાંથી હટાવી દેવા જોઈએ. જો મારું નિવેદન ખોટું જણાય તો પાર્ટીએ મને તમામ હોદ્દા પરથી હટાવવાનો અધિકાર છે. હું તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના સૈનિકની જેમ કામ કરવાનું ચાલુ રાખીશ.” બાદમાં તેમણે પત્રકારોને કહ્યું કે તેમને મુખ્યમંત્રી બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી પર સંપૂર્ણ વિશ્વાસ છે.

    follow whatsapp