સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. તેવામાં અત્યારે તમામ પાર્ટીઓ ગુજરાતનો ગઢ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. તેવામાં પાટિદારોના મતોને આકર્ષવા માટે ત્રણેય પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. આ દરમિયાન PAASના કન્વિનર નીતિન ઘેલાણી આજે ભાજપમાં જોડાઈ ગયા છે. આની સાથે જ રાજકારણ પણ ગરમાયું છે. ઉલ્લેખનીય છે કે સી.આર.પાટીલે તેમનું ખેસ પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કર્યું છે.
ADVERTISEMENT
40થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા
PAASના નીતિન ઘેલાણી આજે 40થી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાઈ ગયા છે. આ દરમિયાન દરેકનું સી.આર.પાટીલે ભાજપનો ખેસ પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે પાટીદાર સમાજ આ વિધાનસભા ચૂંટણીમાં મહત્ત્વપૂર્ણ ફેક્ટર રહેશે તેવામાં નીતિન ઘેલાણીની ભાજપમાં એન્ટ્રી પાર્ટીને પણ ઘણો ફાયદો કરાવી શકે છે.
હર્ષ સંઘવી ડેમેજ કંટ્રોલ માટે પહોંચ્યા
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વડોદરાની બેઠક પર ટિકિટ મુદ્દે આંતરિક વિવાદ વધતો જઈ રહ્યા છે. વાઘોડિયા, કરજણ, પાદરામાં આ વિવાદ સામે આવતા હર્ષ સંઘવી નેતાઓને મનાવવા પહોંચ્યા હતા. અહીં તેઓ આંતરિક વિખવાદ અને મતભેદ દૂર કરીને ડેમેજ કંટ્રોલ કરવા મુલાકાત કરવા પહોંચ્યા હતા. જોકે આ દરમિયાન નારાજ નેતાઓએ બહાના બનાવીને તેમને મળવાનું ટાળ્યું હોવાની માહિતી મળી રહી છે. જેના પગલે હર્ષ સંઘવીને પણ આ પસંદ ન આવ્યું હોવાના અહેવાલે સામે આવ્યા.
ADVERTISEMENT