નવી દિલ્હી: રાહુલ ગાંધીના સાંસદ બાદ કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓએ સરકાર, લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે રોડથી સંસદ સુધી મોરચો ખોલ્યો છે. હવે સંયુક્ત વિપક્ષ લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યો છે.
ADVERTISEMENT
રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાને લઈને રાજકીય લડાઈ ચાલી રહી છે. રોડથી લઈને સંસદ સુધી હોબાળો થઈ રહ્યો છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાના આ નિર્ણયને લોકશાહીની હત્યા ગણાવીને વિરોધ પક્ષો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી આ મામલે પર લડી લેવાના મૂડમાં મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે.
અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરી શકે છે
કોંગ્રેસના સૂત્રોનું માનીએ તો વિપક્ષી પાર્ટીઓ લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું વિચારી રહી છે. વિપક્ષ લોકસભા સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે વિપક્ષી પાર્ટીઓ સોમવારે એટલે કે 3 એપ્રિલે લોકસભામાં સ્પીકરની સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરી શકે છે.
શક્યતાઓ ઘણી ઓછી
અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે 50 સભ્યોનું સમર્થન હોવું જોઈએ. વિપક્ષી દળો પાસે સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે જરૂરી સંખ્યા છે, પરંતુ તેમાં સમસ્યા છે. સમસ્યા એ છે કે અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે ગૃહની કાર્યવાહી ચાલુ રહે તે જરૂરી છે અને વર્તમાન પરિસ્થિતિમાં લોકસભાની કાર્યવાહી ચાલે તેવી શક્યતાઓ ઘણી ઓછી છે.
વિરોધ પક્ષોએ હોબાળો મચાવ્યો
સ્પીકર ઓમ બિરલા પર રાહુલ ગાંધીને સંસદમાં બોલવાની તક ન આપવા અને વિપક્ષનો અવાજ દબાવવાનો આરોપ લગાવી રહ્યો છે. વિપક્ષી પાર્ટીઓ પણ રાહુલ ગાંધીને સજા સંભળાવ્યાના 24 કલાકની અંદર સભ્યપદથી અયોગ્ય ઠેરવવા માટે લોકસભા અધ્યક્ષ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. સંસદમાં પણ સ્પીકર ઓમ બિરલાના આ નિર્ણય સામે વિરોધ પક્ષોએ હોબાળો મચાવ્યો છે.
કાળા કપડામાં આવ્યા હતા સાંસદો
લોકસભાની કાર્યવાહી શરૂ થઈ અને સ્પીકર ઓમ બિરલા બેઠક પર પહોંચ્યા ત્યારે કાળા કપડામાં સંસદો આવ્યા હતા. અને તેઓ તમે લોકશાહીની હત્યા કરી રહ્યા છો. ના સૂત્રોચ્ચાર સાથે વેલમાં આવી પહોંચ્યા હતા. વિપક્ષી સાંસદોએ સ્પીકર ઓમ બિરલા તરફ કાગળો પણ ફેંક્યા હતા. સ્પીકર ઓમ બિરલાએ એવું કહીને ગૃહ સ્થગિત કરવું પડ્યું હતું કે તેઓ ગૃહને સન્માન સાથે ચલાવવા માગે છે.
આ પણ વાંચો: સાંસદ સભ્ય પદ ગુમાવ્યા બાદ છીનવાયો બંગલો, જાણો શું કહ્યું રાહુલ ગાંધીએ
સાંસદો પ્લેકાર્ડ સાથે લોકસભા પહોંચ્યા
વિપક્ષી સાંસદોના આ વર્તન પછી લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ, તો પણ સ્પીકર ઓમ બિરલા ગૃહમાં આવ્યા ન હતા. મંગળવારે પણ સ્પીકર ઓમ બિરલા ગૃહની કાર્યવાહી ચલાવવા આવ્યા ન હતા. પીવીએમ રેડ્ડી સ્પીકર ઓમ બિરલાની જગ્યાએ બેઠક પર પહોંચ્યા હતા. વિપક્ષના સાંસદોએ પણ પીવીએમ રેડ્ડી તરફ કાગળ ફેંકીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. સોમવાર અને મંગળવાર એમ બંને દિવસે વિપક્ષના સાંસદો પ્લેકાર્ડ સાથે લોકસભા પહોંચ્યા હતા. આ પ્લેકાર્ડ્સ પર લોકશાહી બચાવો, ડેમોક્રેસી ઇન ડેન્જર જેવા સૂત્રો લખવામાં આવ્યા હતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT