અમદાવાદ: રાજ્યમાં ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ રાજકીય પક્ષો પર આરોપ લગાવવાના શરૂ થઈ ચૂક્યા છે. વિપક્ષ ભાજપને ઘેરવાનો એક પણ મોકો નથી મૂકતા. ત્યારે વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે, ભાજપ વિપક્ષને ખરીદવાનો પ્રયાસ કરે છે. સંખેડાના પૂર્વ ધારાસભ્યને ખરીદવાનો પ્રયાસ કર્યો છે.
ADVERTISEMENT
હજુ થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીએ ભાજપ પર ધારાસભ્ય ખરીદવાનો આરોપ લગાવ્યો હતો ત્યારે હવે આજે ફરી એક આરોપ લાગ્યો છે. છોટા ઉદેપુરમાં વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ દાવો કરતાં મોટું નિવેદન આપ્યું છે કહ્યું છે કે ભાજપ વિપક્ષને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું છે કે ભાજપે 50 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. સાથે જ મંત્રીપદ માટે પણ કહેવામાં આવ્યું હતું અને હું હારી જાવ તો મને બોર્ડ નિગમ આપવાની પણ વાત કરી હતી. ચૂંટણીનો તમામ ખર્ચ ઉપાડવાની વાત કરવામાં આવી હતી.
અત્યારે કોઈ ઓફર આપવામાં આવી નથી
ભાજપ પર ધારાસભ્યોને ખરીદવા અંગે અનેક વખત આરોપ લગાવવામાં આવ્યા છે. રાજ્યસભાની ચૂંટણી વખતે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો પક્ષપલટો કરે છે. ત્યારે ભાજપ દ્વારા ઓફર આપવા અંગે ગુજરાત તક દ્વારા પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણી વખતે ધારાસભ્યોને ખરીદવાની વાત હતી. અત્યારે કોઈ કોઈ ઓફર કરવામાં આવી નથી.
ADVERTISEMENT