નીતિશ કુમારના તેવર બદલાતા કોંગ્રેસમાં ‘હલચલ’, INDIA ગઠબંધનમાં સોંપાઈ શકે છે મોટી જવાબદારી; આવતીકાલે મહત્વની બેઠક

ઈન્ડિયા ગઠબંધનથી નારાજ ચાલી રહેલા નીતિશ કુમારને હવે ગઠબંધનમાં મોટી જવાબદારી સોંપાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતિશ કુમાર અને કોંગ્રેસ સહિત INDIA ગઠબંધનના મોટા…

gujarattak
follow google news

ઈન્ડિયા ગઠબંધનથી નારાજ ચાલી રહેલા નીતિશ કુમારને હવે ગઠબંધનમાં મોટી જવાબદારી સોંપાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતિશ કુમાર અને કોંગ્રેસ સહિત INDIA ગઠબંધનના મોટા નેતાઓની આવતીકાલે એટલે કે 3 ડિસેમ્બરે વર્ચુઅલ બેઠક યોજાશે. INDIA ગઠબંધનમાં નીતિશ કુમારની મહત્વની ભૂમિકાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના મોટા નેતાઓ તેમને સંયોજક બનાવવાનો પ્રસ્તાવ મૂકી શકે છે.

તમામ મોટા નેતાઓ સાથે થઈ ચૂકી છે વાતચીત

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કોંગ્રેસે આ મામલે RJD નેતા તેજસ્વી યાદવ અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પાસેથી પણ સંમતિ લઈ લીધી છે. શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સાથે પણ વાતચીત થઈ ચૂકી છે. દક્ષિણ ભારતની પાર્ટીઓ અને લેફ્ટ પાર્ટીના નેતાઓની સાથે પણ લગભગ વાતચીત થઈ ચૂકી છે. મળતી માહિતી મુજબ, વર્ચ્યુલ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ જોડાશે. આ સાથે જ ઈન્ડિયા ગઠબંધનના મુખ્ય પક્ષોના રાષ્ટ્રીય અધ્યક્ષો પણ જોડાઈ શકે છે.

બેઠક બાદથી નારાજ ચાલી રહ્યા છે નીતિશ કુમાર

તમને જણાવી દઈએ કે, નવી દિલ્હીમાં યોજાયેલી ઈન્ડિયા એલાયન્સની ચોથી બેઠક બાદ નીતિશ કુમાર નારાજ હોવાની ચર્ચાઓ સામે આવવા લાગી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે પીએમ પદ માટે નીતીશ કુમારનું નામ પ્રસ્તાવિત થવાનું હતું, પરંતુ મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલે મલ્લિકાર્જુન ખડગેનું નામ આગળ કર્યું, જેના કારણે નીતીશ કુમાર નારાજ થઈ ગયા. નીતિશ કુમારની સાથે લાલુ પ્રસાદ યાદવ પણ આ બેઠક બાદથી ખુશ નથી.

નીતિશ કુમારને સોંપાઈ શકે છે મોટી જવાબદારી

આવી સ્થિતિમાં આવતીકાલે એટલે કે બુધવારે વિરોધ પક્ષોના કેટલાક અગ્રણી નેતાઓ ઝૂમ એપ દ્વારા બેઠક યોજશે. સૂત્રોનું કહેવું છે કે આ બેઠકમાં નીતિશ કુમારને ઈન્ડિયા એલાયન્સના કન્વીનર પણ બનાવવામાં આવી શકે છે. જોકે, ઈન્ડિયા ગઠબંધનમાં નીતિશ કુમારને શું જવાબદારી સોંપવામાં આવે છે તે આવતીકાલની બેઠક બાદ જ સ્પષ્ટ થશે.

    follow whatsapp