નિરંજન પટેલના કોંગ્રેસ પર પ્રહાર કહ્યું, હુ સાતમી વખત જીતીશ તો આગળ વધીશ એટલે ટીકીટ કાપી  

હેતાલી શાહ ખેડા : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસમાં સતત ભંગાણ થઈ રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય નીરંજન પટેલે કોંગ્રેસ સાથે છેડો…

gujarattak
follow google news
હેતાલી શાહ ખેડા : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસમાં સતત ભંગાણ થઈ રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય નીરંજન પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપી નીરંજન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, હુ સાતમી વખત જીતીશ તો આગળ વધીશ એટલે ટીકીટ કાપી
કોંગ્રેસે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાની તમામ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી જેમાં પેટલાદ બેઠક પર હાલના ધારાસભ્ય નિરંજન પટેલ ને કાપીને નવા ચહેરા એવા ડોક્ટર પ્રકાશ પરમાર ની ટિકિટ આપવામાં આવી જેને લઇને નારાજ થયેલા નિરંજન પટેલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું. તેમણે જણાવ્યું કે  નિરંજન પટેલે જણાવ્યું કે,  સવાલ એ છે કે આજથી છ મહિના પહેલા મેં ભરતભાઈ ને કહ્યું હતું કે તમારે ઉભુ રહેવું હોય તો મને કોઈ વાંધો નથી. એમણે મને કહ્યું તમે ઉભા રો મને કોઈ વાંધો નથી. જ્ઞાતિનુ સમિકરણ કરવાનું હોય તો તમને છૂટ છે. એમણે કહ્યું ના તમારી ઉભુ રહેવાનું છે ત્યાર પછી હાલના જે ઉમેદવાર છે એમને પણ હું ઘરે જઈને મળ્યો હતો એમણે ફોર્મ ભર્યું હતું એમને મેં કહ્યું હતું કે તમારી ઈચ્છા હોય તો મને કહો તો હું ખસી જવું એમણે મને ના પાડી.
સાતમી વખત ચૂંટણી ન જીતુ તે માટે ટિકિટ ન આપી 
નિરંજન પટેલે કહ્યું કે, પ્રભારીઓને પણ કહ્યું કે મારી ઈચ્છા ઓછી છે આ વખતે તો એમણે કહ્યું કે ના તમારે જ લડવાનું છે છ વખત જીત્યા છો તો સાતમી વખત પણ તમારે જ લડવાનું છે એટલે છ ટાઈમની અંદર જીતેલા હોઈએ અને સાતમી વખત જીતીએ તો અમુક લોકોને લાગે કે આગળ જશે એટલે પણ આવું કર્યું હોય એવું શક્ય છે તો ક્ષત્રિય મારી સાથે ના હોય અને વિરોધ હોય તો પછી છ વખત ક્ષત્રિય સમાજ મને પ્રેમથી મત આપ્યા છે તો શું સાતમી વખત મને મત ના આપત?ખંભાતની ટિકિટ માટે આ ટિકિટ નો લીધો ભોગ 
કોઈ ભ્રષ્ટાચાર ચારિત્ર હિંતા કોઈ કટકી કોઈ દાખલો મળ્યો હોય તો બરાબર છે કે આના કારણે ટિકિટ આપવી છે પણ માત્ર ને માત્ર દુનિયાતી સમીકરણના આધારે ચાલુ સીટની અંદરના પાડવા છતાં એમણે કહ્યું છતાય જો આપણે આગળ વધતા હોઈએ અને છેલ્લી ટાઈમે આ કરે એના કરતા મને બોલાવીને કહ્યું હોત કે ભાજપમાં પણ ઘણા લોકોને ટિકિટ નથી મળી. પરંતુ એ લોકોએ રાજકીય કુનેહ વાપરી છે મારી સાથે પણ ચર્ચા કરી હોત તો આ બધી ચર્ચા ના આવતી પરંતુ એમણે ક્ષત્રિય વાદને પ્રાથમિકતા આપવા માટે આ જીતી સીટ ભોગ લીધો છે અને ખંભાતની અંદર જે સીટ આપી છે એને સેટ કરવા માટે આ સીટનો ભોગ લીધો છે.
હું અપક્ષ ચૂંટણી લડવાનો નથી 
હું માનું છું કે આવનાર દિવસમાં પ્રજાની અંદર પ્રજાનો વિરોધ જોવા મળશે એવું મારું માનવું છે. કોંગ્રેસમાંથી મેં રાજીનામું આપી દીધું છે અને હું અપક્ષ પણ ચૂંટણી લડવાનો નથી. મહત્વનું છે કે નિરંજન પટેલની નારાજગીથી પેટલાદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસને ફટકો પડી શકે છે અને જેનો સીધો ફાયદો ભાજપને થઈ શકે છે ત્યારે હવે આગામી દિવસોમાં પેટલાદ વિધાનસભા બેઠક કોના ફાળે જાય છે તે જોવું રહ્યું
    follow whatsapp