નવસારીમાં આદિવાસી અસ્મિતા રેલી નીકળેલી રેલી બની આક્રોશ રેલીઃ નેશનલ હાઈવેનો વાહન વ્યવહાર ખોરવાયો

રોનક જાની.નવસારીઃ નવસારીના વાંસદા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં આદિવાસી નેતા એવા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં પરંપરાગત પરિધાન, વાજિંત્રો અને…

gujarattak
follow google news

રોનક જાની.નવસારીઃ નવસારીના વાંસદા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં આદિવાસી નેતા એવા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં પરંપરાગત પરિધાન, વાજિંત્રો અને નૃત્ય સાથે ભવ્ય રેલી કાઢી કાઢવામાં આવી હતી. ખાસ કરી આદિવાસી અસ્મિતા માટે નીકળતી રેલી આક્રોશ રેલી બની ગઈ હતી.

ધારાસભ્યના સરકાર પર ગંભીર આક્ષેપો

હનુમાનબારી સર્કલ ખાતે વાંસદાના ગામેગામથી આવેલા લોકો એક જુથ બની હાઇવે ઉપર બેસી ગયા હતા અને લગભગ એક કલાક સુધી મહારાષ્ટ્રને જોડતા માર્ગ અને વાપી શામળાજી નેશનલ હાઇવે ઉપર વાહનવ્યવહાર ખોરવાયો હતો. ધારાસભ્ય અનંત પટેલે લોકોને સંબોધન કરતા સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. આદિવાસીઓ ઉપર થતા અત્યાચારને લઈને ધારાસભ્ય અનંત પટેલએ નારાજગી વ્યક્ત કરી હતી, તાજેતરમાં થયેલા મધ્યપ્રદેશ, મણીપુર રાજ્યોમાં આદિવાસી ભાઈ બહેનો પર થયેલાં અત્યાચારને લઈને ધારાસભ્યએ સરકારને આડે હાથ લીધી હતી. સરકાર આદિવાસીઓનું સાંભળતી ન હોવાના આક્ષેપો પણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યા હતા અને સાથે જ વિરોધના ભાગરૂપે સમાજના ઘણા લોકોએ શરીરના ઉપરના વસ્ત્રો કાઢી અર્ધનગ્ન હાલતમાં રેલીમાં જોડાયા હતા.

    follow whatsapp