નર્મદા: ભાજપના નેતા અને સાંસદ મનસુખ વસાવા સતત ચર્ચામાં રહે છે. તો બીજી તરફ મનસુખ વસાવાના લેટર પેડ પર એક પત્ર વાયરલ થયો હતો. આ પત્ર વાયરલ થયા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.ધારાસભ્ ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા હવે આમને સામને આવ્યા છે. ત્યારે આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાને પત્ર લખીને જાહેરમાં ચર્ચા કરવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો હતો. આ ઘટનાને લઈ સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાને સણસણતો જવાબ આપ્યો હતો અને હવે સાંસદ મનસુખ વસાવા કહ્યું કે, ચૈતર વસાવા જ્યાં બોલાવે ત્યાં હું આવવા તૈયાર છું.
ADVERTISEMENT
ધારાસભ્ય ચૈતર વસાવાએ સંસદ મનસુખ વસાવાને પત્ર લખી પુરાવા સાથેનો ખુલાસો માંગ્યો હતો ત્યારે આજે સાંસદ મનસુખ વસાવા દિલ્હી થી આવતાજ ચૈતર વસાવાને પડકાર ફેંક્યો છે. તેને કહ્યું કે, ચૈતર વસાવા જ્યાં બોલાવે ત્યાં હું આવવા તૈયાર છું. મારે જે પુરાવા આપવા હશે એ હું એની સામે પુરાવા આપવાનો છું. ત્યારે હવે આ મામલે રાજકારણ ગરમાયું છે. હવે જોવાનું રહ્યું કે બંને નેતા સામસામે છે ત્યારે જોવાનું રહ્યું કે હપ્તાખોરી મુદ્દે કોણ સાચું ઠરે છે.
ચૈતર વસાવાએ માંગ્યો હતો ખુલાસો
ધારાસભ્ય ચૈતર વસાવાએ સંસદ મનસુખ વસાવાને પત્ર લખી કહ્યું હતું કે, આપે પત્ર લખીને તથા પ્રેસ મીડિયાને સંબોધીને નર્મદા જિલ્લાના ભાજપ, કોંગ્રેસ, અને આપ પાર્ટી ના આગેવાનો કોન્ટ્રકટરો અને અધિકારીઓ પાસે નિયમિત હપ્તા ઉઘરાવતા હોવાના અને ગદ્દાર હોવાના ગંભીર આરોપો લગાવેલ છે. આ નેતાઓમાં નામ જોગ મારું, મોતીભાઈ વસાવા(માજી ધારાસભ્ય, શંકરભાઈ વસાવા, નર્મદા જિલ્લા પંચાયત માજી પ્રમુખ, પર્યુશાબેન વસાવા, નર્મદા જિલ્લા પંચાયત ના હાલ ના પ્રમુખ, નાંદોદનાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ તથા નાનાભાઈ રવિ દેશમુખ, કોર્પોરેટર વીરુભાઈ દરબાર તથા પાર્ટીના નેતાઓ પર હપ્તાઓ ઉઘરાવવાના અને ગદ્દાર હોવાના આરોપો આપે લગાવેલ છે.
આ પણ વાંચો: દિલ્હી બાદ હવે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ‘મોદી હટાવો, દેશ બચાવો’ના પોસ્ટરો લાગ્યો
જેનાથી અમારા પરિવાર,સગા સબંધીઓ, સમર્થકો અને જાહેર જનતા આ બાબતે ખુલાસો માંગી રહ્યા છે. આપે જેટલા આગેવાનો પર નામ જોગ આરોપો લગાવેલ છે એ તમામ બંધારણીય હોદ્દા પર લોક પ્રતિનિધિઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે. જેથી આ બાબત નો રૂબરૂ પુરાવા સાથેનો ખુલાસો અનિવાર્ય બની રહે છે. જેથી આપ આ પત્ર મળ્યે પછી દિન 3 માં નર્મદા જિલ્લાના કોઈ પણ સ્થળે આપની અધ્યક્ષતામાં અમને પ્રેસ મીડિયા અને જાહેર જનતાને બોલાવી આ ભ્રષ્ટાચાર અને ગદ્દાર અંગેની ખુલ્લી ચર્ચાઓ રાખી ઉજાગર કરો. એવી અમારી માંગણી છે. જો આપ આમ કરવામાં નિષ્ફળ જશો તો, દિન 7 પછી અમને તમામ ને રાજકીય રીતે વેતરી નાખવામાં અને છબી ખરડાવવા બદલ આપ પર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે જેની ગંભીર નોંધ લેશો તેમ પત્રમાં જણાવ્યું હતું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
(વિથ ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)
ADVERTISEMENT