MP Geniben Thakor News: ગુજરાતની બનાસકાંઠા લોકસભા બેઠકથી ચૂંટણી જીતનારા ગેનીબેન ઠાકોર ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે સાંસદ ગેનીબેન ઠાકોરે નામ લીધા વિના જ ભાજપના ધારાસભ્ય અને ઠાકોર સમાજના અગ્રણી અલ્પેશ ઠાકોર પર નિશાન સાધ્યું છે. હકીકતમાં થરાદ ખાતે ગેનીબેન ઠાકોરનો આભાર વિધિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમણે પક્ષપલ્ટો કરનાર અલ્પેશ ઠાકોરનું નામ લીધા વિના નિવેદન આપ્યું હતું.
ADVERTISEMENT
ગેનીબેન ઠાકોર ફરી ચર્ચામાં
ગેનીબેને જાહેર સભામાં કહ્યું કે, મારો સમાજ અને હું જેના માટે હોમાઈ ગઈ, કોંગ્રેસ પાર્ટી જેના માટે હોમાઈ એમણે પરાકાસ્ટાની હદ વટાવી. જો પરાકાસ્ટાની હદ ન વટાવી હોત તો અમને થોડો રાજીપો હોત. પણ હું અભિનંદન આપું છું બનાસકાંઠાની જનતા ને અને તમને બધાને કે તમે જે વટ રાખ્યો છે અને તમે જે કામ કર્યું છે, અને હવે એમને થતું હશે કે આવું ન કર્યું હોત તો સારું હતું. પક્ષ પલટો કરીને ગયા એમને બનાસકાંઠાએ નથી ફાવવા દીધા.
અગાઉ ચૂંટણી પ્રચારમાં અલ્પેશ ઠાકોરે શું કહ્યું હતું?
નોંધનીય છે કે, અલ્પેશ ઠાકોર બનાસકાંઠામાં લોકસભાના ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. રેખાબેન ચૌધરી માટે તેમણે સભા પણ કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસના ગેનીબેન પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, ચૂંટણી અ
કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા અલ્પેશ ઠાકોર
ખાસ છે કે અલ્પેશ ઠાકોર પહેલા 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટણની રાધનપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડીને જીત્યા હતા. જોકે બાદમાં તેમણે પાર્ટીમાંથી પક્ષપલટો કરીને રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈને પેટાચૂંટણીમાં ફરી ચૂંટણી લડ્યા હતા, જોકે બાદમાં તેમની ત્યાંથી હાર થઈ હતી.
(પરેશ પઢિયાર, બનાસકાંઠા)
ADVERTISEMENT