અમદાવાદ: મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્યભરમાં હાહાકાર મચ્યો છે. મોરબીમાં ઝૂલતો પુલ તૂટતા 91 લોકોએ જીવ ગુમાવ્યો છે. મોરબી પંથક હાલ મરણચીસોથી ગુંજી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આ અંગે જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહીતના આગેવાનો પણ મોરબી ખાતે દોડી ગયા હતા. ત્યારે ગુજરાત કોંગ્રેસે આવતીકાલ થી શરૂ થતી પરિવર્તન સંકલ્પ યાત્રાને એક દિવસ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
ADVERTISEMENT
મોરબીમાં પુલ તૂટવાની ઘટનાને લઈ 91 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે 31 ઑક્ટોબારથી શરૂ થતી પરિવર્તન સંકલ્પ યાત્રાને એક દિવસ મોકૂફ રાખવાનો નિર્ણય કોંગ્રેસ દ્વારા લેવામાં આવ્યો છે. આવતી કાલે રાજસ્થાનનાં મુખ્યમંત્રી અને સિનિયર નિરીક્ષક અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ, ડો.રઘુ શર્મા સહિતના નેતા મોરબી જઈ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓનો મુલાકાત લઈ ખબર અંતર પૂછશે અને જેમને આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે તેમાં પરિવારજનોને મળીને સાંત્વના પાઠવશે.
પરિવર્તન યાત્રા મોકૂફ રાખવા અંગે જગદીશ ઠાકોએ આપી માહિતી
મલ્લિકાઅર્જુન ખડગેએ દુ:ખ વ્યક્ત કર્યું
ગુજરાતના મોરબીમાં ઝૂલતા પુલ તૂટી પડવાની દુર્ઘટનાથી અમને ખૂબ જ દુઃખ થયું છે. હું ગુજરાત કોંગ્રેસને અપીલ કરું છું કે, બચાવ કાર્ય અને ઘાયલોને મદદ કરવા માટે કામદારો દરેક શક્ય સહાયતા આપવા. મારી સંવેદના અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવારો સાથે છે.
ADVERTISEMENT