Morbi Bridge tragedy: મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડવાને કારણે 135 લોકોના મોત થયાની ઘટના બની હતી, આપને યાદ તો હશે. આ ઘટનામાં લોકોના પરિવારોના પરિવારો પણ વિખાઈ ગયાની ઘટનાઓ છે, ઘણા અનાથ બન્યાની પણ ઘટનાઓ છે. આ ઘટનામાં હવે એસઆઈટીનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં કોર્પોરેશન અને ઓરેવા કંપની બંનેની સંયુક્ત બેદરકારી હોવાનું ખુલ્યું છે. જોકે હવે સવાલ એ છે કે જો કોર્પોરેશનની પણ બેદરકારી હતી તો પછી એક્શન કોના પર લેવામાં આવશે. જવાબદાર વ્યક્તિ કોણ, જવાબદાર અધિકારી, કર્મચારી કોણ, જવાબદાર માથુ કયું? કારણ કે આ બ્રિજના જે કાંઈ કામોની મલાઈ લેનારૂં માથું હતું તો પછી તેની જવાબદારી લેનારું પણ માથું હોવું જોઈએ તે અંગે ચર્ચાઓ અને પ્રશ્નો ઊભા થયા છે.
ADVERTISEMENT
માધ્યમોના અહેવાલ અનુસાર, મોરબીમાં ઝુલતો બ્રિજ પડી ગયો તેમાં મોરબી નગરપાલિકા અને ઓરેવા કંપની બંને સંયુક્ત રીતે જવાબદાર હતા. નગરપાલિકાના તમામ સભ્યોને વિશ્વાસમાં લીધા વગર જ ચીફ ઓફિસર અને નગર પાલિકા પ્રમુખ દ્વારા ઓરેવા કંપનીના સંચાલકો સાથે ડાયરેક્ટ કરાર કરી દેવાયા હોવાની વિગતો સામે આવી છે.
Surat ના શહેરીજનોને માથે બોજો વધ્યોઃ BRTS અને સીટીબસના ભાડામાં કર્યો વધારો
ઘટના અંગે ટુંક વિગત જાણીએ
આ મામલો હાલ ગુજરાત હાઈકોર્ટમાં છે જેમાં કોર્ટમાં બંને પક્ષે દલિલો થઈ હતી અને તેમાં ઓરેવા કંપની દ્વારા પુલ પર કરવામાં આવેલું કામ નબળું હતું તેવું સામે આવ્યું હતું. નગરપાલિકાના સભ્યોને વિશ્વાસમાં લીધા ન્હોતા અને કરાર કરાયા હોવાનું પણ સામે આવ્યું હતું. દરમિયાનમાં સમગ્ર મોરબી નગરપાલિકાને સુપર સીડ કીર દેવાઈ હતી. હવે સરકારે રજૂ કરેલા રિપોર્ટમાં પ્રારંભિક રીતે માહિતી સામે આવી છે. આગામી ત્રણ મહિનામાં સંપૂર્ણ રિપોર્ટ કોર્ટ સમક્ષ મુકવાની ખાતરી પણ આપી છે. એસઆઈટીના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે આ ઘટનામાં ઓરેવા કંપની જેટલું જ નગરપાલિકા તંત્ર પણ જવાબદાર છે. ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખ પર હવે કાયદાની લટકતી તલવાર જોવાઈ રહી છે.
INDIA Mumbai meet LIVE: દેશ ધીરે ધીરે સરમુખત્યારશાહી તરફ વધી રહ્યો છે
આપને જણાવી દઈએ કે, દિવાળીના દિવસો હતા અને લોકોમાં નવા વર્ષને લઈને હર્ષ અને ઉત્સાહનો માહોલ હતો. તે દિવસે રજાઓના માહોલમાં મોરબીના મચ્છુ નદી પરના ઝુલતા બ્રિજ પર બ્રિજની કેપેસિટી કરતા વધારે લોકો હતા. સમી સાંજનો સમય હતો અને અચાનક આ ઝુલતો બ્રિજ તૂટી પડ્યો હતો જેમાં ઘણા લોકો ઘાયલ થયા અને 135 લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. ઘટનાને લઈને સમગ્ર દેશ-દુનિયામાં હાહાકાર મચી ગયો હતો. લોકોને શોધવાનું ઓપરેશન 30 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી ચાલ્યું હતું. આર્મી, નેવી, એનડીઆરએફ, 108 એમ્બ્યુલન્સ, સ્થાનીક પોલીસ, એસડીઆરએફ, સહિત ઘણી સુરક્ષા અને ઈમર્જન્સી એજન્સીઓ કામે લાગી હતી.
આ ઘટનામાં જેની પાસે પુલના સમારકામનું કામ હતું તે ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પર ઘટનાના 88 દિવસ પછી કાયદાકીય સકંજો કસી શકાયો હતો. સિક્યુરિટી ગાર્ડથી લઈને આ ઘટનામાં 9 લોકોને આરોપી બનાવાયા હતા. હવે આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં છે.
ADVERTISEMENT