MLA Anant Patel એ કર્યો અનોખો વિરોધ, કરી ખાડાની પૂજા

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવતાની સાથેજ નેતાઓને જનતાની વેદના દેખાવા લાગી છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતની ચૂંટણીના મેદાને ઉતરી છે. ચૂંટણી પહેલા જનતાની મુશ્કેલીને…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવતાની સાથેજ નેતાઓને જનતાની વેદના દેખાવા લાગી છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતની ચૂંટણીના મેદાને ઉતરી છે. ચૂંટણી પહેલા જનતાની મુશ્કેલીને લઈ અનંત પટેલ મેદાને આવ્યા છે.  જનતાની સમસ્યાને લઈ વાંસદાના કોંગસના ધારાસભ્ય અનંત પટેલે અનોખો વિરોધ દર્શાવ્યો છે. અનંત પટેલે ખાડા ઉત્સવ ઉજવવાની શરૂઆત કરી છે.

નવસારી માંથી પસાર થતાં નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે સહિત જિલ્લા પંચાયત હસ્તકના માર્ગો ઉપર પડેલા ખાડાને લઈને ધારાસભ્ય અનંત પટેલે અનોખો વિરોધ દર્શાવ્યો છે. વાપી શામળાજી નેશનલ હાઇવે ઉપર પડેલ ખાડા પાસે બેસીને ચક્કાજામ સાથે સરકાર વિરોધ દર્શાવી અને સુત્રોચાર કર્યા હતા. ધારાસભ્ય અનંત પટેલ સાથે સ્થાનિક લોકો પણ જોડાયા હતા.

એક સપ્તાહ સુધી વિરોધની આપી ચીમકી 
મહારાષ્ટ્રના નાસીક શિરડી અને સાપુતારા જતા મુખ્ય માર્ગ ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. આ ચક્કાજામમાં ધારાસભ્ય અનંત પટેલ સાથે અન્ય વાહન ચાલકો પણ આંદોલનમાં જોડાયા હતા. આ સાથે માર્ગમકાન વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક સપ્તાહ સુધી વિરોધ કરવાની જાહેરાત પણ અનંત પટેલ દ્વારા કરવામાં આવી છે.

અનોખી રીતે કર્યો વિરોધ
ધારાસભ્ય અનંત પટેલે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ખાડા ઉત્સવની ઉજવણી સાથે વિરોધ દરિમયાન ફૂલ અને કુમકુમ દ્વારા ખાડાની પૂજા કરી હતી. ચોમાસામાં ધોવાયેલ રસ્તા વહેલી તકે રિપેર કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. રસ્તા પર વિરોધ દર્શાવતા ધારાસભ્ય અનંત પટેલને વાંસદા પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા.

    follow whatsapp