અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના સુરત પૂર્વ બેઠકના ઉમેદવાર કંચન જરીવાલા ફોર્મ ભર્યા બાદ આમ આદમી પાર્ટી દ્વારા તેમનો સંપર્ક થો ન હતો. આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ પર આરોપ લગાવવાંમાં આવ્યો છે કે કંચન જરીવાલાને ભાજપના લોકો એ કીડનેપ કર્યા છે અને તેમણે ફોર્મ પરત ખેચવા મામલે દયાવાન કરી રહ્યા છે. આ દરમિયાન હવે કંચન જરીવાલા આજે સુરત પોતાનું ફોર્મ પરત લેવા માટે પહોંચ્યા છે.
ADVERTISEMENT
વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના સુરત પૂર્વ બેઠકના ઉમેદવાર પોતાનું ફોર્મ ખેચવા માટે પોલીસ પ્રોટેક્શન સાથે ચૂંટણી અધિકારીની ઓફિસ પહોંચી ચૂક્યા છે. આજે તે પોતાનું ફોર્મ પરત ખેચશે. અને આગામી ચૂંટણી નહીં લડે. જ્યારે આ મામલે આમ આદમી પાર્ટીનો દાવો છે કે કંચન જરીવાલાને ભાજપ દ્વારા કીડનેપ કરવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટી ગુજરાતના મુખ્યમંત્રી ફેસ ઉમેદવાર ઇસુદાન ગઢવીએ ટ્વિટ કરી માહિતી આપી હતી. આ ઉપરાંત અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરી ભાજપ પર આરોપ લગાવ્યો હતો.
કેજરીવાલે ટ્વિટ કરી ઉઠાવ્યા સવાલ
સુરત (પૂર્વ)ના અમારા ઉમેદવાર કંચન જરીવાલા અને તેમનો પરિવાર ગઈકાલથી ગુમ છે. સૌપ્રથમ ભાજપે તેમનું નામાંકન નામંજૂર કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમનું નામાંકન સ્વીકારવામાં આવ્યું હતું. બાદમાં તેમના પર ઉમેદવારી પાછી ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. શું તેનું અપહરણ કરવામાં આવ્યું છે?
ઇસુદાન ગઢવીએ કર્યું હતું ટ્વિટ
“ભાજપ ‘AAP’થી એટલી ડરી ગઈ છે કે તે હવે ગુંડાગીરી પર ઉતરી ગઇ છે! ભાજપ વાળા કેટલાક દિવસોથી સુરત પૂર્વથી ચૂંટણી લડી રહેલ અમારા કંચન જરીવાલાની પાછળ પડ્યા હતા અને આજે તે ગાયબ છે! એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપના ગુંડાઓ તેમને ઉઠાવી ગયા છે! તેમનો પરિવાર પણ ગુમ છે!”
બપોરે 1 વાગ્યાથી AAPના ઉમેદવારનો ફોન બંધ
આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, સુરત ઈસ્ટ સીટથી AAPના ઉમેદવાર કંચન ઝરીવાલાને કાલ સવારથી ભાજપના લોકોએ કિડનેપ કરી લીધા છે. ભાજપ ગુજરાતમાં ભાજપ એટલું ડરી ગયું છે કે AAPના ઉમેદવારનું અપહરણ કરી રહ્યા છે. કાલ સવારથી તેમને ભાજપના લોકો દ્વારા તેમને ફોર્મ પાછું ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. કંચન ઝરીવાલા અને તેમના પરિવારે વાત ન માની તો ભાજપના લોકોએ તેમને પોતાની કસ્ટડીમાં લઈને રિટર્નિંગ ઓફિસરની ઓફિસે ફોર્મ પાછું ખેંચાવા લઈ ગયા. બપોરે 1 વાગ્યાથી કંચન ઝરીવાલાનો ફોન બંધ છે. તેમનું લોકેશન કોઈને ખબર નથી અને ભાજપના ગુંડાઓએ અમારા ઉમેદવારને કિડનેપ કરી લીધા. તેમના પર શારીરિક-માનસિક દરેક રીતે પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે.
વિથ ઈનપુટ: સંજય રાઠોડ, સુરત
ADVERTISEMENT