દર્શન ઠક્કર.જામનગરઃ જામનગરમાં ધારાસભ્ય, સાંસદ અને મેયર વચ્ચેના જાહેર ઝઘડાની વાતો ખૂણે ખૂણે થઈ રહી છે. ત્યારે આ ઝઘડા પછી પહેલી વખત આજે મેયર અને ધારાસભ્ય બંને સાથે એક કાર્યક્રમમાં ભેગા થયા હતા. જોકે આ વખતે દરેક નજર ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી પર હતી. લોકો પણ તેમની બોડીલેન્ગવેજને સતત ઓબ્ઝર્વ કરી રહ્યા હતા. તેઓ એક બીજા સાથે કેવો વ્યવહાર કરે છે તે અંગે પણ લોકોની મીટ મંડાયેલી હતી. જોકે કાર્યક્રમ દરમિયાન એક બીજાને જાણે કે બોલાવવા ના પડે તે માટે થઈને જાણી જોઈને નજર એક ના થતી હોય અથવા કરાતી ના હોય તેવું જોવા મળ્યું હતું. આ તરફ મેયરે તો રિતસર મીડિયા સમક્ષ વાત કરતા કોર્પોરેટર્સને યાદ કર્યા પણ ધારાસભ્યનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું કે ભુલી ગયા તે આપ વીડિયો જોઈને જાતે નક્કી કરશો.
ADVERTISEMENT
આફ્રિકામાં ભરૂચના 3 યુવાનો પર ફાયરિંગઃ ઘટના CCTVમાં કેદ, લૂંટના ઈરાદે હુમલાની સંભાવના
એકમંચ પર હતા છતા નજરો ના મળાવી, કે બોલાવવા પડે
જામનગરમાં ભાજપાની ત્રણ દિગગજ મહિલાઓ વચ્ચે સમાધાન કે દેખાવ ? હા… આ સવાલ અત્રે એટલે ઉપસ્થિત થાય છે કારણ કે, આજે જામનગરના 484માં સ્થાપના દિવસે એક મંચ પર ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી આવ્યા હતા. શહેરના દરબારગઢ નજીક સ્થાપના સ્થળે ખાંભી પૂજન વખતે એક સાથે બંને મહિલા નેતા દેખાયા પણ એકબીજા સામે જોવાનું પણ ટાળ્યું હતું. જ્યાં મેયરે મીડિયા બ્રીફમાં ધારાસભ્ય રિવાબાના નામનો ઉલ્લેખ ન કર્યો તો રિવાબાએ પણ ના મેયર કે ના અન્ય કોઈના, ઈતિહાસની વાત સિવાયના નામનો ઉલ્લેખ ન કર્યો હતો. એટલે કે મીડિયા પ્રતિક્રિયા વખતે મેયર બીનાબેન કોઠારીએ અધિકારીઓ અને કોર્પોરેટરના હોદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ પ્રોટોકોલ મુજબ ધારાસભ્ય હાજર હતા છતાં તેમના નામનો કે હોદ્દાનો પણ ઉલ્લેખ ન કરતા ફરી આ મામલે રાજકારણ ગરમાયું છે. બંને મહિલા નેતાઓના મૌનથી જૂથવાદ યથાવત હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે અને ભાજપના મોવડી મંડળના પ્રયાસ વિફળ? આ પ્રકારે સવાલો ઉઠી રહ્યા છે. મહિલા નેતાઓ વચ્ચે સમાધાન માત્ર દેખાવ જ હોય તે પ્રકારે સ્થાનિક લેવલે ચર્ચા જોર પકડ્યું છે. તો બીજી બાજુ નવું સમીકરણ સામે આવ્યું હોય તેમ પૂર્વ મંત્રી હકૂભા જાડેજા અને રિવાબા એક મંચ પર જોવા મળ્યા હતા. જો કે, ગુરુવારે સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર વચ્ચે થયું વાકયુદ્ધ થયું હતું. ત્યાર બાદ સૂત્રોની માનએ તો ત્રણેય મહિલા નેતાઓને ગાંધીનગર તેડું આવ્યું હતું અને સમાધાન કરાવ્યું હતું. જો સમાધાન થયું હોય તો મોવડી મંડળ ના પ્રયાસો વિફળ ગયા હોવાનું હાલ તો લાગી રહ્યું છે.!!!
ADVERTISEMENT