VIDEO: MLAના સિંઘમ અંદાજ સામે અધિકારીએ કાન પકડ્યા, પ્રજાના કામ ન થતા રોડ પર બેસીને લીધો ઉધડો

Junagadh News: કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયેલા અને તાજેતરની પેટા ચૂંટણીમાં જીતેલા માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી ચર્ચામાં આવ્યો છે.

ધારાસભ્ય અરવિંદ લાડાણીની તસવીર

MLA Arvind Ladani

follow google news

Junagadh News: કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયેલા અને તાજેતરની પેટા ચૂંટણીમાં જીતેલા માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી ચર્ચામાં આવ્યો છે. હકીકતમાં અરવિંદ લાડાણીનો એક વીડિયો હાલમાં વાઈરલ થયો છે, જેમાં તેઓ ભાજપમાં જોડાયા બાદ પ્રજાના પ્રશ્નો ન ઉકેલાતા આંદોલન કરવા બેઠેલા દેખાય છે. આટલું જ નહીં ચીફ ઓફિસરને કામ ન થતા ખખડાવી રહ્યા છે અને કાન પણ પકડાવી રહ્યા છે.

MLAનું જમીન પર બેસીને આંદોલન

હકીતતમાં માણાવદરના લોકોના પ્રશ્ન સાંભળવા માટે ધારાસભ્ય પહોંચ્યા હતા અને પાલિકાની ઓફિસ બહાર જ જમીન પર બેસી ગયા હતા. માણાવદરમાં પ્રી-મોન્સૂનની કામગીરી મોડી શરૂ થતા અનેક વિસ્તારોમાં હજુ સફાઈ થઈ નથી. એવામાં લોકોના સમસ્યાના કારણે ધારાસભ્યએ ત્યાં જ બેસીને ડાયરીમાં બધા પ્રશ્નો લખ્યા હતા.

અધિકારીને ખખડાવ્યા

આ ઉપરાંત અધિકારી સમક્ષ પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરતા તેઓ રીતસરના ગુસ્સે થઈ ગયા હતા. અધિકારી સમક્ષ જ અરવિંદ લાડાણીએ ભંગારનો સમાન વેચવામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવ્યું હતું. આટલું જ નહીં અધિકારીઓ મિલીભગતથી કામ કરતા હોવાના પણ આક્ષેપ લગાવ્યા હતા. લાડાણીના આક્ષેપો બાદ ચીફ ઓફિસરે પણ કાન પકડી લીધા હતા. જેનો વીડિયો પણ હાલમાં સામે આવ્યો છે.

(ઈનપુટ: ભાર્ગવી જોશી, જૂનાગઢ)

    follow whatsapp