કચ્છમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વહુની હાર થતા સસરાએ વિજેતા ઉમેદવાર પાસેથી લીધો લોહીયાળ બદલો

કૌશિક કાંઠેચા/કચ્છ: માંડવી તાલુકાના નાના ભાડિયામાં ચૂંટણીના મન દુ:ખને લઇને બિદડા જિલ્લા પંચાયતના મહિલા સદસ્યાના પુત્ર પર ગામના જ પિતા અને બે પુત્રએ જીવલેણ હુમલો…

gujarattak
follow google news

કૌશિક કાંઠેચા/કચ્છ: માંડવી તાલુકાના નાના ભાડિયામાં ચૂંટણીના મન દુ:ખને લઇને બિદડા જિલ્લા પંચાયતના મહિલા સદસ્યાના પુત્ર પર ગામના જ પિતા અને બે પુત્રએ જીવલેણ હુમલો કરતાં ચકચાર પ્રસરી છે, માંડવીના ભાડિયાના 32 વર્ષીય વિરમભાઇ ખેતશીભાઇ ગઢવીના માતા ગત ફેબ્રુઆરીમાં જિલ્લા પંચાયતની બિદડા બેઠક ઉપર ઊભા હતા અને સામે હુમલો કરનાર આરોપી રાણશી જેઠા ગઢવીના પુત્રવધૂ હતા.

જિલ્લા પંચાયતના સદસ્યના દીકરા પર હુમલો
જેમાં વિરમની માતા વિજેતા બનતાં આ ચૂંટણીના મન દુ:ખમાં આજે નાના ભાડિયા-બિદડા ત્રણ રસ્તા પાસે વિરમ ઉપર રાણશી તેમજ તેના બે પુત્ર કાનજી અને જીવરાજે લાકડાના ધોકા, છરી અને ટામી વડે જીવલેણ હુમલો કરતાં વિરમને માથાં, નાક અને જમણા હાથની બે આંગળીમાં ફ્રેકચર સહિતની ઇજા પહોંચાડાઇ હતી.

ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
સમગ્ર ઘટના બાદ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે માંડવી પોલીસને જાણ કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે જીવલેણ હુમલો અને હથિયારબંધીના જાહેરનામા ભંગ સહિતની વિવિધ કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

    follow whatsapp