Lok Sabha Election 2024 Latest News: આવનારી લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર જીતની હેટ્રિક લગાવવા તૈયારીઓ હાથ ધરી છે. સૂત્રો અનુસાર, ભારતીય જનતા પાર્ટી (BJP) ફેબ્રુઆરીના અંત સુધીમાં એપ્રિલ-મે યોજાવનારી લોકસભા ચૂંટણી માટે ઓછામાં ઓછા 100 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.
ADVERTISEMENT
આ રાજ્યની બેઠકોના ઉમેદવારના નામ થશે જાહેર!
ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ આ યાદીમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્યોની બેઠકોના ઉમેદવારોના નામ જાહેર થઇ શકે છે. આ બેઠકો ભાજપ માટે નબળી માનવામાં આવે છે કારણ કે પાર્ટી 2019ની લોકસભા ચૂંટણીમાં કઈ ખાસ જીતી મેળવી શકી ન હતી.
2019 માં સાત તબક્કામાં યોજાઈ હતી ચૂંટણી
11 એપ્રિલ થી 19 મે, 2019 વચ્ચે યોજાયેલી સાત તબક્કાની લોકસભા ચૂંટણીઓમાં, ભાજપે રેકોર્ડ 37.36 ટકા વોટ શેર સાથે 303 બેઠકો જીતી હતી, જે 1989ની સામાન્ય ચૂંટણી પછી રાજકીય પક્ષ દ્વારા સૌથી વધુ વોટ શેર છે. એકંદરે, ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) એ 353 બેઠકો જીતી હતી. ચૂંટણીમાં કોંગ્રેસે 52 બેઠકો જીતી હતી જ્યારે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધનને 91 બેઠકો મળી હતી.
160 બેઠકો પર અત્યારથી જ ભાર મુકશે ભાજપ
આ વખતે ભાજપની આગેવાની હેઠળના NDA ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી જોડાણ (ઇન્ડિયા) બ્લોક તરીકે ઓળખાતા વિપક્ષી પક્ષોના એલાઇન્સ સામે ચૂંટણી લાડવાની છે. સૂત્રો અનુસાર, 2024ની ચૂંટણી માટે ભાજપે 160 બેઠકોની ઓળખ કરી છે જેને પક્ષ નબળી માને છે અને આ રીતે છેલ્લા એક વર્ષમાં પ્રારંભિક પ્રચાર અને જન સંપર્ક કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
પ્રથમ યાદીમાં કેટલા કેન્દ્રીય મંત્રીઓના નામ પણ સામેલ
સૂત્રોએ જણાવ્યું હતું કે ઉમેદવારોની પ્રથમ યાદી, જે ફાઇનલ કરવામાં આવી છે, તેમાં કેટલાક કેન્દ્રીય મંત્રીઓના નામ પણ સામેલ હોવાની અપેક્ષા છે. તેઓએ કહ્યું કે પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. આ પેનલ 29 ફેબ્રુઆરીએ મળે તેવી શક્યતા છે. તે અગાઉ 22 ફેબ્રુઆરીએ મળવાની હતી.
ADVERTISEMENT