Lok Sabha election: આનંદીબેન અનાર પટેલ માટે બનાવશે રાજકીય સ્પેસ? શું કહી ખાસ વાત?

Junagadh News: લોકસભા 2024 ની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ગુજરાતમાં નરેન્દ્ર મોદી (Narendra Modi) ની નજીક રહેલા જુના સાથેદારોની ગુજરાત…

gujarattak
follow google news

Junagadh News: લોકસભા 2024 ની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ગુજરાતમાં નરેન્દ્ર મોદી (Narendra Modi) ની નજીક રહેલા જુના સાથેદારોની ગુજરાત તરફ આવવાના કંઈક નવાજૂનીના એધાંણ આપી રહ્યા છે. હાલમાં જ જૂનાગઢમાં એક પ્રાઇવેટ યુનિવર્સિટીના પ્રાઇવેટ કાર્યક્રમમાં આવેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી રહી ચૂકેલા આનંદીબેન પટેલ (Anandiben Patel)કે જેઓ હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પણ છે તેઓએ ખાસ ઉપસ્થિત રહી જૂનાગઢની લોકસભાની બેઠકને લઇ વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે કારણ કે આ પહેલા બે વખત આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ પણ જૂનાગઢ આવી ચૂક્યા છે આજે પણ તેઓ આનંદીબેનની સાથે હતા.

આનંદીબહેને કરી આ ખાસ વાત…

આનંદીબેન એ પોતાના વક્તવ્યમાં એક ખાસ વાત કહી કે ખાનગી શૈક્ષણિક સંસ્થાએ માત્ર ફી ઉઘરાવવાનું અને બેંક બેલેન્સ વધારવાનું કામ કરે છે. એની દરેક રાજકારણીને ખબર હોય અને મને પણ ખબર છે. જ્યારે ગુજરાતના શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલ હતા ત્યારે તેમણે જ શિક્ષણનું ખાનગીકરણ કર્યું હતું. એવામાં આનંદીબેનનું આ વિધાન ઘણું બધું સમજાઈ જાય છે. જોકે આનંદીબેનએ તો સંસ્થામાં શૈક્ષણિક સવલતોને આધારે જ આ વાત કરી હતી તેમ વાતને વાળવાનો પ્રયાસ પણ કર્યો હતો.

Asia Cup 2023: કોહલી-રાહુલે કર્યો રનનો વરસાદ, પાકિસ્તાનને આપ્યો 357 રનનો ટાર્ગેટ

લોકસભાની આ બેઠક કોળી સમાજના મતોનું પ્રભુત્વ ધરાવે છે પરંતુ આ વખતના જે સમીકરણો બદલાઈ રહ્યા છે તેમાં કડવા પાટીદાર અને લેઉવા પાટીદાર બંને આ બેઠકને લઈ એડીનું જોર લગાવી રહ્યા છે. તો બીજી તરફ રોહાણામાંથી પણ કેટલાક ઉમેદવારો ધારાસભાની ટિકિટ ન મળતા સાંસદની ટિકિટ માટે પ્રયત્ન કરી રહ્યા છે, એવામાં આનંદીબેન કે જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસમ ખાસ મનાય છે તેઓનું જૂનાગઢ આવવું શૈક્ષણિક કાર્યક્રમનું કારણ હોઈ શકે પરંતુ જો જોઈએ તો આનંદીબેન ગુજરાતના રાજકારણનો ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે.

જોકે વાઇસ ચાંસ્લર પાર્થ કોટેચાએ કહ્યું કે આ માત્ર શૈક્ષણિક સંસ્થાની મુલાકાત છે પરંતુ આનંદીબેનનું આ રીતે લોકસભાની ચૂંટણી પહેલાની મુલાકાત જોઈ રાજકીય પંડિતો માને છે કે ચૂંટણીના પડગમવાગી રહ્યા છે ત્યારે જ જૂનાગઢમાં આવું અને જૂનાગઢના રાજકારણને સમજવું એ ઘણું બધું કહી જાય છે.

    follow whatsapp