અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ માટે એક સાંધે અને 13 તૂટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ નારાજ થઈ અને પક્ષપલટો કરી રહ્યા છે. કોંગ્રેસ માટે 2022ની ચૂંટણી કરો યા મરો જએવી સ્થિતનું નિર્માણ થયું છે. વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે કમર કસી છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર તરીકે નિમાયેલ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાત પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે પક્ષના નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને ચૂંટણીલક્ષી રણનીતિ ઘડી હતી.
ADVERTISEMENT
ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ થવા લાગી છે. દિલ્હીથી નેતાઓની અવરજવર વધી ગઈ છે. રાજ્યમાં એક તરફ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે બીજી તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ પણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન વેણુગોપાલે કાર્યકરોને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જેને કોંગ્રેસ છોડી જવુ હોય તેને જવા દો. ભૂતકાળમાં પણ રાજાઓ અંગ્રેજો સાથે જોડાઈ ગયા હતા.
અમદાવાદમાં કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે.સી વેણુગોપાલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ગાંધીના ગુજરાતમાં કોંગ્રેસની સત્તા લાવવાનો આ ગોલ્ડન ચાન્સ છે. જેને કોંગ્રેસ છોડી જવું હોય એને જવા દો. ભૂતકાળમાં પણ રાજાઓ અંગ્રેજો સાથે જોડાઈ ગયા હતા. ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપ ઈડીનો ઉપયોગ ચૂંટણીના સમયે કરશે. એનાથી ગભરાવાની જરૂર નથી. કોંગ્રેસની હિંમ્મત એમના કાર્યકર્તા છે. ભાજપ EDનો ઉપયોગ ‘ઈલેક્શન ડીપાર્ટમેન્ટ’ તરીકે કરી રહી છે. ભૂતકાળમાં પણ આઝાદીની લડાઈમાં કેટલાંક લોકો અંગ્રેજો સાથે જોડાયા હતા અત્યારે પણ અંગ્રેજોની વિચારધારાને અનુસરનારા લોકો ધાકધમકી સહિતના હથકંડાઓ અપનાવી લોકશાહી ઢબે ચૂંટાયેલા લોકોને તોડી રહી છે.
ADVERTISEMENT