લાલુ, રાબડી, મીસા સહિત 14 આરોપીઓને 15 માર્ચનું સમન્સઃ IRTC કૌભાંડ

સંજય શર્મા.નવી દિલ્હીઃ IRCTC કૌભાંડ એટલે કે જમીનના બદલામાં રેલ્વેમાં નોકરી આપવાના કૌભાંડની નોંધ લેતા રાઉઝ એવન્યુ કોર્ટે લાલુ યાદવ, રાબડી દેવી, મીસા ભારતી સહિત…

gujarattak
follow google news

સંજય શર્મા.નવી દિલ્હીઃ IRCTC કૌભાંડ એટલે કે જમીનના બદલામાં રેલ્વેમાં નોકરી આપવાના કૌભાંડની નોંધ લેતા રાઉઝ એવન્યુ કોર્ટે લાલુ યાદવ, રાબડી દેવી, મીસા ભારતી સહિત 14 આરોપીઓને 15 માર્ચે કોર્ટમાં હાજર થવાના સમન્સ પાઠવ્યા છે. લાલુ હાલમાં જ સિંગાપોરથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવીને સ્વદેશ પરત ફર્યા છે.

ત્રિપુરા-નાગાલેન્ડમાં ફરી BJPની ગઠબંધન સરકાર, મેઘાલયમાં ત્રિશંકુંઃ સટીક Exit Poll

… પછી ચાર્જ ફ્રેમ થશે
રેલવેમાં નોકરીના બદલામાં લાંચ માટે જમીન લેવાના આરોપોની તપાસ કરી રહેલી સીબીઆઈએ આ મામલે ચાર્જશીટ પણ દાખલ કરી છે. ચાર્જશીટ દાખલ થયા બાદ તેની નોંધ લેતા, રાઉઝ એવન્યુ કોર્ટે કુલ 14 લોકોને સમન્સ મોકલ્યા છે. 15 માર્ચે કોર્ટ તમામ આરોપીઓની પૂછપરછ શરૂ કરશે. ત્યારપછી ચાર્જ ફ્રેમ એટલે કે શુલ્ક નક્કી કરવામાં આવશે.

EXCLUSIVE: PSI ભરતી કૌભાંડમાં સંડોવાયેલા લોકો અંગે યુવરાજસિંહનો ઘટસ્ફોટ

લાલુ યાદવના નજીકના સાથીઓ…
લાલુ યાદવના નજીકના સાથી અને પૂર્વ ધારાસભ્ય ભોલા યાદવ અને હૃદયાનંદ ચૌધરી પણ રેલવે ભરતી કૌભાંડ કેસમાં આરોપી છે. RJD નેતા અને લાલુ યાદવના OSD રહેલા ભોલા યાદવની CBI દ્વારા 27 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર રેલવે ભરતી કૌભાંડમાં નોકરીના બદલામાં જમીન લેવાનો આરોપ છે. તેઓ 2004 થી 2009 વચ્ચે તત્કાલીન રેલ્વે મંત્રી લાલુ પ્રસાદ યાદવના OSD હતા.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp