રાહુલ ગાંધીને લલિત મોદીની ધમકી, કહ્યું- બ્રિટિશ કોર્ટમાં જઈશ

નવી દિલ્હી: રાહુલ ગાંધીને મોદી સરનેમને લઈને એક બાદ ઝટકા લાગી રહ્યા છે. પહેલા 2 વર્ષની સજા ફટકારવામાં આવી. ત્યાર બાદ સાંસદ સભ્ય તરીકે ગેર…

gujarattak
follow google news

નવી દિલ્હી: રાહુલ ગાંધીને મોદી સરનેમને લઈને એક બાદ ઝટકા લાગી રહ્યા છે. પહેલા 2 વર્ષની સજા ફટકારવામાં આવી. ત્યાર બાદ સાંસદ સભ્ય તરીકે ગેર લાયક ઠર્યા અને સાંસદ તરીકે મળેલો બંગલો ખાલી કરવાની સૂચના મળી અને હવે  લલીત મોદીએ ધમકી આપી છે કે જરૂર પડ્યે હું બ્રિટિશ કોર્ટમાં જઈશ.

લલિત મોદીએ આ મામલે એક પછી એક અનેક ટ્વિટ કર્યા. તેણે લખ્યું કે કયા આધારે તેને “ભાગેડુ” કહેવામાં આવી રહ્યો છે. લલીત મોદીએ કહ્યું કે તેને ક્યારેય દોષિત ઠેરવવામાં આવ્યો નથી અને તેથી તે એક સામાન્ય નાગરિક છે.

IPLના સ્થાપક લલિત મોદીએ ગુરુવારે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે,  તેઓ કોંગ્રેસ નેતાના તેમના ‘મોદી સરનેમ’ના નિવેદન અને તેમને ભાગેડુ કહેવા માટે બ્રિટિશ કોર્ટનો સંપર્ક કરશે. 2019 માં, રાહુલ ગાંધીએ રાફેલ ડીલ પર પીએમ મોદી પર નિશાન સાધ્યું, 59,000 કરોડના સોદામાં અનિયમિતતાનો આરોપ લગાવ્યો અને ‘મોદી અટક’ વિશે વાંધાજનક ટિપ્પણી કરી. કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, બધા ચોરોની એક જ અટક કેવી રીતે હોય છે, મોદી.

કયા આધારે તેને “ભાગેડુ” કહેવામાં આવી રહ્યો છે? 
જો કે આ કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી છે. ત્યારબાદ તેમને લોકસભાના સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. ત્યારે હવે લલિત મોદીએ આ મામલે એક પછી એક અનેક ટ્વિટ કર્યા. તેણે લખ્યું કે કયા આધારે તેને “ભાગેડુ” કહેવામાં આવી રહ્યો છે અને કહ્યું કે તેને ક્યારેય દોષિત ઠેરવવામાં આવ્યો નથી અને તેથી તે એક સામાન્ય નાગરિક છે. વધુમાં, તેમણે વિપક્ષી નેતાઓને ઠપકો આપ્યો અને તેમના પર બદલો લેવાનો આરોપ લગાવ્યો છે.

તમામ વિપક્ષી નેતાઓ પાસે બીજું કંઈ જ નથી
લલિત મોદીએ  લખ્યું, “હું ટોમ ડિક અને ગાંધીના લગભગ દરેક સહાયકને વારંવાર કહેતો જોઉં છું કે હું ભાગેડુ છું. શા માટે? કેવી રીતે? અને મને આજ સુધી ક્યારે દોષિત ઠેરવવામાં આવ્યો? પપ્પુ ઉર્ફે રાહુલ ગાંધીથી વિપરીત, હું હવે સામાન્ય નાગરિક એક તરીકે કહું છું.  એવું લાગે છે કે તમામ વિપક્ષી નેતાઓ પાસે બીજું કંઈ જ નથી, તેથી તેઓ પણ કાં તો ખોટી માહિતી આપી રહ્યા છે અથવા ફક્ત બદલો લેવા માટે છે.”

રાહુલ ગાંધીને યુકેમાં કોર્ટમાં લઈ જવાનો નિર્ણય કર્યો
લલિત મોદીએ કહ્યું, “મેં રાહુલ ગાંધીને   યુકેમાં કોર્ટમાં લઈ જવાનો નિર્ણય કર્યો છે. મને ખાતરી છે કે તેમણે કોઈ નક્કર પુરાવા સાથે આવવા પડશે. હું તેમને પોતાને સંપૂર્ણ મૂર્ખ બનાવતા જોવા માટે આતુર છું. કોંગ્રેસના કેટલાક નેતાઓને ટેગ કરીને અને તમામ મિલકતો પર નજર રાખવાનો આરોપ લગાવતા લલિત મોદીએ અન્ય એક ટ્વીટમાં કહ્યું, “હું સરનામું અને ફોટો વગેરે મોકલી શકું છું. ભારતના લોકોને મૂર્ખ ન બનાવો જેઓ અસલી બદમાશ છે.” ગાંધી પરિવારે તે બનાવ્યું છે. એવું લાગે છે કે તેઓ આપણા દેશ પર શાસન કરવા માટે હકદાર છે. હા, તમે કડક જવાબદેહી કાયદો પસાર કરશો કે તરત જ હું પાછો આવીશ.

 

    follow whatsapp