અમદાવાદ: તાજેતરમાં જ ગુજરાત સરકારમાં બે મંત્રીઓ પાસેથી તેમના ખાતાનો ચાર્જ પાછો લઈ લેવાતા આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. ભૂપેન્દ્ર પટેલ સરકારે મહેસુલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા માર્ગ અને મકાનવિભાગના મંત્રી પુર્ણેશ મોદી પાસેથી તેમના ખાતાનો ચાર્જ પાછો લઈ લીધો હતો. સરકાર દ્વારા અચાનક લેવાયેલા આ નિર્ણય પાછળનું કારણ ભ્રષ્ટાચાર હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ (Lalit Kagathra) ખુલીને રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi) ના વખાણ કર્યા છે.
ADVERTISEMENT
લલિત કગથરાએ રાજેન્દ્ર ત્રિવેદીના કર્યા વખાણ
લલિત કગથરાએ કહ્યું કે, રાજેન્દ્ર ત્રિવેદીને પાસેથી જે રીતે રેવન્યૂ વિભાગનો પોર્ટ ફોલિયો લઈ લીધો તેના પરથી મને સ્પષ્ટ દેખાય છે કે, BJPને પ્રજાના નેતા જોતા નથી. ભાજપને ચાવી દબાવે તેવો રિમોટ કન્ટ્રોલ જોઈએ છીએ. કમલમમાંથી જે ફાઈલ આવે તે જ પાસ કરે એવો માણસ જોઈએ છીએ. રાજેન્દ્ર ત્રિવેદી પ્રજાના મંત્રી હતા. પ્રજાના સીધા પ્રશ્નો સાંભળતા હતા અને વર્ષો જૂના પ્રશ્નોનું નિરાકરણ લાવતા હતા. તે નાયકની જેમ કામ કરતા હતા પણ ભાજપના નેતાઓથી તેમની લોકપ્રિયતા જોવાઈ નહીં. એટલા માટે આ મહેસુલ ખાતુ તેમની પાસેથી લઈ લીધું હશે.
તાજેતરમાં ભાજપના બે મંત્રીઓ પાસેથી ખાતા પાછા લેવાયા
નોંધનીય છે કે, તાજેતરમાં જ ભાજપના આ બંને ધારાસભ્યો પાસેથી તેમના વિભાગ આંચકી લેવામાં આવતા આ મુદ્દે ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. આ પાછળ સીધો દિલ્હીથી આદેશ થયો હોવાનું પણ ચર્ચાયું હતું. તથા બંને નેતાઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ખૂબ ફરિયાદો ઉઠી હતી, જેના પરિણામે તેમના વિભાગો પાછા લઈ લેવાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. જોકે હવે કોંગ્રેસના ધારાસભ્યએ રાજેન્દ્ર ત્રિવેદીના ભરપેટ વખાણ કરતા ભાજપ પર જ પ્રહાર કર્યો હતો.
ADVERTISEMENT