જામજોધપૂર બેઠક પર નવાજૂનીના એંધાણ, જાણો આ સીટનું રાજકીય સમીકરણ

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તો બીજી તરફ ગુજરાતમાં રાજકીય માહોલ તૈયાર થવા લાગ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ સહિતના…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તો બીજી તરફ ગુજરાતમાં રાજકીય માહોલ તૈયાર થવા લાગ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓનોના ગુજરાત પ્રવાસ શરુ થઇ ચુક્યા છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરવાની તૈયારી પૂર જોશ સાથે કરી રહી છે. ગુજરાતમાં ત્રિપાંખિયા જંગના  ચોખટા ગોઠવવામાં આવી રહ્યા છે. મતદારોને રિઝવવા અને પોતાના તરફ કરવાના અલગ અલગ પાસા ફેંકવાની શરૂઆત થઇ ચુકી છે ત્યારે સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાની જામજોધપુર વિધાનસભા બેઠકનું મહત્વ વધુ રહેશે. આ બેઠક પર ચૂંટણી પહેલા નવાજૂનીના એંધાણ છે.

2017નું ગણિત
જામજોધપૂર બેઠક વિધાનસભા સીટ જનરલ સીટ છે. જામનગર જિલ્લામાં કુલ 5 બેઠક છે. આ બેઠકનો વિધાનસભા ક્રમાંક 80 છે. આ સીટ પર કુલ 227536 મતદારો નોંધાયા છે. જેમાંથી 117053 પુરુષ મતદારો તથા 110481 મહિલા મતદારો છે અને અન્ય 2 મતદારો છે. આ બેઠકમાં જામજોધપુર તાલુકા, લાલપુર તાલુકા અને ભાણવડ તાલુકાના વિસ્તારનો સમાવેશ થાય છે.આ બેઠક પર 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ચીમન સાપરીયા આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ કાલરીયા મેદાને હતા. જેમાં ભાજપના ઉમેદવારને 61694 મત (45.54%) મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 64212 મત (47.40%)મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ કાલરીયા વિજેતા થયા હતા.

શા માટે આ બેઠક હાલ ચર્ચામાં?
વર્ષ 2017માં વિજેતા થયા બાદ ચિરાગ કાલરીયા સતત વિવાદમાં રહ્યા છે. ચિરાગ કાલરીયા જાહેર મંચ પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પગે લગતા અથવાતો સન્માન કરતા જોવા મળ્યા છે. ચિરાગ કાલરીયા કોંગ્રેસનો સાથ મૂકે તેવી અટકળો વહેતી થઇ હતી. જોકે ચિરાગ કાલરીયાની આ ત્રીજી પેઢી છે જે કોંગ્રેસના ધારાસભ્ય છે. ચિરાગ કલારીયા ભાજપમાં જોડાઈ રહ્યા છે તેવી અનેક વાર અટકળો વહેતી થઈ ચૂકી છે ત્યારે ભાજપ શું ખેલ પાડે છે તે જોવાનું રહ્યું.

ચિરાગ કલારીયાનો મુખ્યમમંત્રી પર હેત
થોડા સમય પહેલા સિદસરમાં કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના મંદિરને 10 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં જામજોધપુરના કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ કાલરિયા પણ હાજર રહ્યા હતા. ચિરાગ કાલરિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આશીર્વાદ લીધા હતા. આ કારણોસર ચિરાગ કાલરિયા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ થવા લાગી હતી. આ મામલે ચિરાગ કાલરિયાએ સ્પષ્ટતા કરી હતી કે, મારા ભાજપમાં જોડાવાની વાતો માત્ર અફવા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મારા વડીલ છે, જેથી મેં તેમના આશીર્વાદ લીધા હતા.

આ બેઠક માટે આટલા ગામ કરશે મતદાન
આંબરડી ભુપત, અંબારડી દેરી, અંબારડી જામ, અંબારડી મેધપર, અંબારડી, વાસા, અમરાપર, બગધરા, બાલવા, બામથીયા, બાવડીદડ, ભરાડ મોટી, ભારડકી, ભોજાબેડી, બુટાવદર, ચીરોડા મુલુજી, ચીરોડા સંગ, ચુર, દલદેવળિયા, ધોરીયો નેસ, ધ્રાફા, ગધાકડા, ઘેલડા, ગુંદા, ગીંગણી, રખાડી, હોથીજી ખાડબા, જામજોધપુર, ઇશ્વરીયા, જામવાડી, જશાપર, કડબલ, કલ્યાણપુર, કરશનપર, કોટડા બાવીસી, કોઠા વીરડી, લાલોઇ, લુવારસર, મહીકી, માલવાડા, માંડાસણ, મેઘપર, મેલાન, મેઠાણ, મોટા વડિયા, મોટી ગોપ, નલીયેરો, નંદાણા, નરમાના, પરાડવા, પાટણ, રબારીકા, સડોદર, સમાણા, સતાપર, શેઠ વડાળા, સિદસર, સોગઠી, સોન વાડીયા, સુખપર ધ્રાફા, સખપુર, તરસાઇ, ઉદેપુર, વડવાળા, વાલાસણ, વનાણા, વાંસજાળીયા, વસંતપુર, વેરાવળ, વિરપુર, ઝીણાવારી આ તમામ ગામોનો જામજોધપુર વિધાનસભા મતવિસ્તારમાં સમાવેશ થાય છે.

કોનું પલડું રહ્યું ભારે
1962- કોંગ્રેસના ઉમેદવાર નાનજી દેવજી સિણોજીયા વિજેતા થયા
1967- સ્વતંત્ર પક્ષના ઉમેદવાર એન.પી. ભાણવડિયા વિજેતા થયા
1972- કોંગ્રેસના ઉમેદવાર ગોરધનભાઈ ફળદુ વિજેતા થયા
1975- કોંગ્રેસના ઉમેદવાર કાલરીયા વિઠ્ઠલભાઈ વિજેતા થયા
1980- જનતા પાર્ટીના ઉમેદવાર ચિરાગ કાલરીયા વિજેતા થયા
1985 કોંગ્રેસના ઉમેદવાર કાલરીયા રમેશભાઈ વિજેતા થયા
1990- જનતા દળના ઉમેદવાર વાછાણી મહાનલાલ વિજેતા થયા
1995 – ભાજપના ઉમેદવાર સાપરીયા ચીમનલાલ વિજેતા થયા
1998 -ભાજપના ઉમેદવાર સાપરીયા ચીમનલાલ વિજેતા થયા
2002- ભાજપના ઉમેદવાર સાપરીયા ચીમનલાલ વિજેતા થયા
2007- કોંગ્રેસના ઉમેદવાર જાડેજા બ્રિજરાજસિંહ વિજેતા થયા
2012- ભાજપના ઉમેદવાર સાપરીયા ચીમનલાલ વિજેતા થયા
2017- કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ કાલરીયા વિજેતા થયા

    follow whatsapp