કેશાજી ચૌહાણ અંબાજી મંદિરે દર્શનાર્થે પહોંચ્યા, દિયોદરના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા

બનાસકાંઠાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. તેવામાં ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે. તેવામાં દિયોદર વિધાનસભાના ઉમેદવાર તરીકે પસંદ થયેલા કેશાજી ચૌહાણ…

gujarattak
follow google news

બનાસકાંઠાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. તેવામાં ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે. તેવામાં દિયોદર વિધાનસભાના ઉમેદવાર તરીકે પસંદ થયેલા કેશાજી ચૌહાણ અંબાજી મંદિર દર્શન કરવા માટે પહોંચ્યા હતા. કેશાજી ઠાકોરની વાત કરીએ તો તેઓ પૂર્વ મંત્રી અને ઠાકોર સમાજના અગ્રણી તરીકે મોટુ નામ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પસંદ થતા તેઓ અંબાજી માતાના મંદિરે શીશ નમાવવા પહોંચ્યા હતા.

અંબાજી ભાજપ મંડળ દ્વારા સ્વાગત કરાયું
દિયોદર વિધાનસભાના ઉમેદવાર તરીકે જાહેર થતા કેશાજી ચૌહાણ અત્યારે અંબાજી માતાના મંદિરે દર્શન કરવા પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે 2017માં તેમનો દિયોદરની બેઠક પરથી પરાજય થયો હતો. તેવામાં આજે ફરીથી તેમના નામની જાહેરાત થતા 2022 ચૂંટણીમાં ફોર્મ ભરાય એની પહેલા માતાજીના દર્શનાર્થે પહોંચ્યા હતા. જ્યાં અંબાજી મંડળ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું.

With Input: શક્તિસિંહ રાજપૂત

    follow whatsapp