CM કેજરીવાલે PM મોદીને પત્ર લખી કહ્યું, કૃપા કરીને દિલ્હીનું બજેટ રોકશો નહીં

નવી દિલ્હી : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને દિલ્હીનું બજેટ પસાર કરવાની વિનંતી કરી છે.   આજે દિલ્હીનું બજેટ રજૂ ન થઈ શક્યું. …

gujarattak
follow google news

નવી દિલ્હી : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને દિલ્હીનું બજેટ પસાર કરવાની વિનંતી કરી છે.   આજે દિલ્હીનું બજેટ રજૂ ન થઈ શક્યું.  દિલ્હીના બજેટમાં આવી ઘણી જોગવાઈઓ હતી, જેના પર ગૃહ મંત્રાલયે જવાબ માંગ્યો હતો. આ પછી AAP સરકારે કેન્દ્ર પર દિલ્હીનું બજેટ પસાર ન થવા દેવાનો આરોપ લગાવ્યો છે.

મંગળવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાનને પત્ર લખ્યો છે. આ પત્રમાં કેજરીવાલે લખ્યું છે કે, ‘દેશના 75 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર કોઈ રાજ્યનું બજેટ રોકવામાં આવ્યું છે.’ ‘તમે દિલ્હીવાસીઓ થી કેમ નારાજ છો? મહેરબાની કરીને દિલ્હીનું બજેટ રોકશો નહીં. દિલ્હીના લોકો હાથ જોડીને તમને પ્રાર્થના કરી રહ્યા છે, અમારું બજેટ પાસ કરો.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે કેન્દ્રએ આજે વિધાનસભામાં રજૂ થનારા દિલ્હી સરકારના બજેટ પર રોક લગાવી દીધી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કહ્યું છે કે મહેરબાની કરીને બજેટને રોકશો નહીં. દિલ્હીવાસીઓ તમે અમારાથી કેમ નારાજ છો? દેશના 75 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ રાજ્યનું બજેટ અટકાવવામાં આવ્યું છે. દિલ્હીની જનતા તમને હાથ જોડીને અમારું બજેટ પસાર કરવા વિનંતી કરી રહી છે.બીજી તરફ ગૃહ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે ગૃહ મંત્રાલયે AAP સરકાર પાસેથી સ્પષ્ટતા માંગી છે અને કહ્યું છે કે કે બજેટ પ્રસ્તાવ માટે વધુ નાણાં કેમ ફાળવવામાં આવ્યા છે

  AAP સરકારે કહ્યું છે કે ગૃહ મંત્રાલય ખોટું બોલી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહ મંત્રાલયનું કહેવું છે કે બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય વિકાસ કાર્યો માટે પ્રમાણમાં ઓછી રકમની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે દિલ્હી સરકાર પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે કે શા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં જાહેરાતો પર વધુ ખર્ચ કરવામાં આવે છે. જ્યાં સુધી દિલ્હી સરકાર આ અંગે સ્પષ્ટતા નહીં કરે ત્યાં સુધી ગૃહ મંત્રાલયની મંજૂરી પેન્ડિંગ રાખવામાં આવી છે.

શું કહ્યું દિલ્હીના નાણામંત્રી કૈલાશ ગેહલોતે?
બીજી તરફ દિલ્હીના નાણા મંત્રી કૈલાશ ગેહલોતે કહ્યું કે, દેશના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હી સરકારને બજેટ રજૂ કરતા અટકાવી છે. ગેહલોતે આરોપ લગાવ્યો કે આ બધું જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે. ગેહલોતે કહ્યું કે કેન્દ્ર સરકારે 17 માર્ચે મુખ્ય સચિવને પત્ર લખીને બજેટ પર ચિંતા વ્યક્ત કરી હતી અને તેને મંજૂર કરવાનો ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો: મુંબઈ સહિત આ વિસ્તારમાં આગામી 3 કલાકમાં વરસાદ સાથે વાવાઝોડાની આગાહી, જાણો શું કહ્યું હવામાન વિભાગે

દિલ્હી સરકારે કહ્યું- ગૃહ મંત્રાલય ખોટું બોલી રહ્યું છે દિલ્હી સરકાર દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. AAP સરકારે કહ્યું કે ગૃહ મંત્રાલય ખોટું બોલી રહ્યું છે. કુલ 78800 કરોડનું બજેટ છે. જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 22000 કરોડનો ખર્ચ કરવામાં આવશે. માત્ર જાહેરાત પાછળ 550 કરોડનો ખર્ચ થશે. ગત વર્ષે પણ જાહેરાતનું બજેટ આટલું જ હતું. જાહેરાતના બજેટમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp