સૌરભ વક્તાણી, અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતા ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ચૂંટણીની રણનીતિ ઘડાઈ રહી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ એક નવો જ ચીલો ચીતર્યો છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણીના 4 મહિના પહેલા પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ પોતાના 10 ઉમેદવારોને મેદાને ઉતારી દીધા છે. ત્યારે ફરી એકવાર અરવિંદ કેજરીવાલ 16મી ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે. 16મીએ કેજરીવાલનો જન્મદિવસ છે અને તેઓ પ્રથમ વખત ગુજરાતના કચ્છની મુલાકાતે આવશે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે કેજરીવાલ ટાઉનહોલ કાર્યક્રમ કરશે અને ગુજરાતના લોકોને વધુ એક ગેરેન્ટી પણ આપશે.
ADVERTISEMENT
કેજરીવાલ વિધાનસભાની ચૂંટણી પહેલા અવારનવાર ગુજરાતની મુલાકાતે આવે છે. ચૂંટણી પહેલા AAPએ ગુજરાતમાં ત્રીજો મોરચો ખોલ્યો છે. કેજરીવાલે ચૂંટણી પહેલા ગુજરાતના લોકો માટે ચાર ગેરેન્ટી જાહેર કરી દીધી છે. મફત વીજળી, બેરોજગારોને નોકરી, આદિવાસીઓને લાભ અને 18 વર્ષથી વધુ વયની મહિલાઓને દર મહિને 1000 એ ચાર ગેરેન્ટી કેજરીવાલે ગુજરાતમાં જાહેર કરી છે.
લગભગ દર અઠવાડિયે કેજરીવાલ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે આવે છે. ગુજરાતના લોકો માટે નવી ગેરેન્ટી જાહેર કરે છે. 16મી ઓગસ્ટે કેજરીવાલનો જન્મદિવસ છે ત્યારે તેઓ ગુજરાતના કચ્છમાં હશે જ્યાં તેમની પાસે ટાઉનહોલ હશે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી અને ચુંટણી લક્ષી વધુ એક ગેરેન્ટી આપી શકે છે.
ઉમેદવારોની યાદી
ADVERTISEMENT