વિધાનસભાની ચૂંટણી જીતવા માટે આમ આદમી પાર્ટી દ્વારા પૂરજોશમાં પ્રચારની કામગીરી ચાલી રહી છે. આજે સવારે વડોદરા ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધ્યા બાદ આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છોટાઉદેપુરના બોડેલી ખાતે જનસભાને સંબોધિત કરી હતી. જ્યાં તેમણે ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા, સાથે જ આગામી ચૂંટણીમાં કોંગ્રેસને એકપણ વોટ ન આપી તેના ભાગના તમામ વોટ AAPને આપવા માટે જનતાને અપીલ કરી હતી.
ADVERTISEMENT
ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઈલુ-ઈલુની રાજનીતિ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઈલુ-ઈલુની રાજનીતિ ચાલતી રહી. હવે ઈમાનદારીની રાજનીતિ ચાલશે. આ વખતે કોંગ્રેસને એક પણ મત ન પડવો જોઈએ. આ તમામ મત આમ આદમી પાર્ટીને આપજો. હું પણ આમ આદમી છું મને રાજનીતિ નથી આવડતી, હું એક સામાન્ય માણસ છું એટલે એક સામાન્ય માણસની સમસ્યા સમજૂ છું. હું તમને 5 વર્ષની ગેરંટી આપું છું. કામ ન કરીએ તો ધક્કા મારીને કાઢી મૂકજો. ફરી આવવા ન દેતા. આ કેજરીવાલની ગેરંટી છે, તૂટશે નહીં.
લઠ્ઠાકાંડ પર સરકાર પર કેજરીવાલના પ્રહાર
કેજરીવાલે આ સાથે જ બોટાદના લઠ્ઠાકાંડ વિશે ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, ઝેરી દારૂ પીવાથી આટલા બધા લોકોના મોત થયા તેનાથી મને દુઃખ થયું, પણ તેનાથી પણ વધારે દુઃખ મને એ વાતનું થયું કે ગુજરાતના મુખ્યમંત્રી એમને મળવા હોસ્પિટલ ન ગયા. મને દુઃખ થયું જેમનું મોત થયું તેમના પરિવારને મળવા પણ મુખ્યમંત્રી ન ગયા. દરેક વસ્તુમાં વોટ નથી હોતો.
અરવિંદ કેજરીવાલની આદિવાસીઓને આ 6 ગેરેંટી
ADVERTISEMENT