AAPનો નવો દાવ: કેજરીવાલે હવે હોમગાર્ડ અને STના કર્મચારીઓનો મુદ્દો ઉઠાવ્યો, આપ્યું આ વચન

અમદાવાદ: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદીયા આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. 21મી જુલાઈએ 300 યુનિટ ફ્રી વીજળીની જાહેરાત બાદ…

gujarattak
follow google news

અમદાવાદ: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદીયા આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. 21મી જુલાઈએ 300 યુનિટ ફ્રી વીજળીની જાહેરાત બાદ કેજરીવાલનો આ ગુજરાતમાં આઠમો પ્રવાસ છે. ગુજરાતમાં આજે મફત સારવાર અને દવાની જાહેરાત બાદ તેમણે લાંબા સમયથી ST વિભાગના કર્મચારીઓ અને હોમ ગાર્ડ્સના પડતર પ્રશ્નોનો મુદ્દો ઉઠાવ્યો હતો.

STના કર્મચારીઓને AAPનો પ્રચાર કરવા કહ્યું
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, સ્ટેટ ટ્રાન્સપોર્ટના કર્મચારીઓનો પગાર ખૂબ ઓછો છે, કંડક્ટર-ડ્રાઈવર છે, ખૂબ દુઃખી છે મને મળવા માટે આવ્યા હતા. હું જાહેરાત કરું છું કે અમારી સરકાર બન્યાને 1 મહિનામાં તેમની તમામ માગણી પૂરી કરવામાં આવશે. તમામને નિવેદન કરું છું કે, એક એક યાત્રીને કહો કે ગુજરાતમાં બદલાવ જોઈએ. એક એક યાત્રીને કહો કે આ વખતે ઝાડુને વોટ આપવો છે. તમામ ડ્રાઈવર-કંડક્ટર લાગી જાઓ 3 મહિનાનો સમય છે. તમારું કામ કરવાની જવાબદારી અમારી. તમારો પગાર અમે વધારી આપીશું.

હોમગાર્ડ્સની સમસ્યા પણ દૂર કરવાનું વચન આપ્યું
આ સાથે જ કેજરીવાલે હોમગાર્ડ્સની સમસ્યાઓ અંગે પણ કહ્યું કે, હોમ ગાર્ડની જેટલી પણ સમસ્યા છે, તેને સરકાર બનવાના એક મહિનામાં અમે પૂરી કરીશું. હું તેમને આશ્વાસન આપું છું. હોમગાર્ડ્સને પણ અપીલ છે કે તેઓ આમ આદમી પાર્ટીનો ખુલીને પ્રચાર કરે.

5 સ્ટાર સુવિધાઓ વાળી શાળા-હોસ્પિટલ હશે
ગુજરાતની મુલાકાત દરમિયાન અમદાવાદમાં તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી. અહીં તેમણે સૌથી મોટી જાહેરાત કરતા શિક્ષણ અંગેની જાહેરાતો કરી હતી. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજીરવાલ દ્વારા જણાવાયું કે, જો આમ આદમી પાર્ટીની સરકાર આવશેતો ગુજરાતમાં તમામ પ્રકારની સારવાર મફત કરી દેવામાં આવશે. તમામ દવાઓ મફત મળશે અને તમામ પ્રકારના ટેસ્ટ પણ મફત કરી દેવામાં આવશે. એટલે કે સારવાર માટે એક પણ રૂપિયો ખર્ચ કરવો નહી પડે. આ ઉપરાંત હોસ્પિટલો ગુજરાતની ખસ્તા હાલતમાં છે તેને 5 સ્ટાર બનાવવામાં આવશે. ગરીબ હોય કે અમીર દરેકની સારવાર મફત થશે. તેના માટે કોઇ રેશનકાર્ડ કે આધારકાર્ડ દેખાડવાની જરૂર નહી પડે. ફ્રી સારવાર ઉપરાંત તમામ મદદ આપવામાં આવશે.

 

    follow whatsapp