ભાર્ગવી જોશી.જૂનાગઢઃ જૂનાગઢ તંત્રની ઢીલી નીતિ, ત્રણ કલાક ચર્ચા બાદ કાર્યવાહી કરવાની વાતો કરતા મનપાના સત્તાધીશો અને કંઇપણ નહીં કહેવાની વાત સાથે ચુપકીદી સેવતા કમિશનર હોય ત્યાં પ્રજાએ ન્યાયનો ભરોસો કોનાં પર કરવો? જૂનાગઢમાં ભારે વરસાદ બાદ તબાહીના દ્ર્શ્યો હજુ ભૂલાય તે પહેલાં જ દાતાર રોડ પર જર્જરિત ઇમારત ધરાશાયી થતા 4 લોકોના અરેરાટીભર્યા મોત નીપજ્યા હતા. જેને લઇ લોકોમાં મહાનગપાલિકાના કમિશનર અને સત્તાધશો પર લોકોમાં ભારે રોષ વ્યક્ત થઈ રહ્યો છે. ત્યારે મનપાના અધિકારીઓ ચુપકીદી સાધી છે અને શાસક પક્ષ કહે છે કે અમે કમિશનરને કાર્યવાહી કરવાનું કહી દીધું છે. કમિશનર રાજેશ તન્ના તો મિટિંગમાં આવ્યા પણ મીડિયા સાથે વાત કરવા પણ તૈયાર ન થયા. જાણે આ ઘટના વિશે કંઈ જ કહેવા ન માંગતા હોય. ચૂપિકિદી સાધી લઇ પોતાની ચેમ્બરમાં જતા રહ્યા.
ADVERTISEMENT
કોની ભુલ એ નક્કી ના થયું?
જૂનાગઢમાં ગત બપોરે એક ત્રણ મંઝિલની ઇમારત ધરાશાયી થતા એક પરિવારના બે નાના બાળક સહિત કુલ ત્રણ સભ્યોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક માણસનો પણ ભોગ લેવાયો હતો. કોની જવાબદારી? એ નક્કી કરવામાં ત્રણ કલાકનો મિટિંગ સમય લીધો અને નિષ્કર્ષ એટલું જ આવ્યું કે કોઈ એ જવાબદારી સ્વીકારી નહીં કે આ અમારી ભૂલ છે હવે ઇમારતો તોડી પાડવામાં આવશે. એમ જ વાત કહી રહ્યા છે આ નેતાઓ.
તથ્યની જેમ છોટા ઉદેપુરમાં રાહદારીને ફૂટબોલની જેમ ફંગોળનાર ઝડપાયો- CCTV થયા હતા વાયરલ
મેયર બન્યા શોભાનો ગાંઠિયો
મેયર ગીતાબેન કહે છે કે જુનાગઢમાં જે બન્યું એ દુઃખદ છે હવે આવી કોઈ ઘટના નહીં બને એની ચોક્કસાઈ રાખી જર્જરિત ઇમારતો તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવશે. વધુ પ્રશ્નો પૂછતા મેયર ગભરાઈ ગયા અને ડેપ્યુટી મેયરે વાતનો દોર સંભાળી લીધો. મેયર પાસે કેટલી ઈમારતોને નોટિસ આપી છે એની પણ ચોક્કસ માહિતી નથી. આમ જૂનાગઢના મેયર માત્ર શોભાનું સ્થાન નિભાવી રહ્યા હોય એવું લાગે છે.
ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ કહ્યું કે જૂનાગઢમાં કુલ 180 બિલ્ડિંગ છે જેમાં 300 જેટલા પરિવાર રહે છે જેમાંથી 68 બિલ્ડિંગ ક્યારે પડે તે જ નક્કી નથી. હવે એમાં હજુ પણ મનપાના અધિકારીઓ અને સત્તાધીશો વિચારે છે કે, આગળ શું કરવું. બિલ્ડિંગોની તપાસ માટે 15 અધિકારીઓની ટીમ મોકલી છે અને એ રિપોર્ટ આવે એટલે ઇમારતો પડવાનું કામ શરૂ થશે. આ તો રિપોર્ટની રાહ જોવામાં ક્યાંય અજુગતું ન બની જાય અને મોડું ન થઈ જાય એની ચિંતા છે ખરી??
ડેપ્યુટી મેયરને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે શું કમિશનર સામે માનવ વધ ગુન્હાની ફરિયાદ મનપા ના સત્તાધીશો નોંધાવશે? ત્યારે ડેપ્યુટી મેયર એ કહ્યું આ ક્યા ગુન્હાની વાત છે એ જ નથી સમજાતું. મને આવા કોઈ કાનૂનની ખબર નથી. જુનાગઢની મોટાભાગની 100 વરસથી પણ જુની ઇમારતો ખંઢેર બની ચૂકી છે, ક્યારે તૂટી પડે તે નક્કી નથી, જૂનાગઢમાં દીવાન ચોકમાં આવેલ રાજાશાહી ઇમારતો, કાળવા ચોકમાં આવેલ વિશાળ ટાવર, રાણાવાવ ચોકમાં આવેલ તાલુકા શાળાની ઇમારત જેવી અનેક ઇમારતો જે લોકોના જીવ પર જોખમ લઈને ઊભી છે પરંતુ આ જોવા પણ અધિકારીઓ ક્યારેય નહીં આવતા હોય. કદાચ તૂટી પડે પછી જ આવશે કે શું?
ADVERTISEMENT