સુરત: સામાજિક કાર્યકર્તા અને એડવોકેટ મેહુલ બોઘરા (Mehul Boghra) પર થયેલા જીવલેણ હુમલાના ખૂબ ઘેરા પડઘા પડ્યા છે. એક તરફ મેહુલ બોઘરા પર ટ્રાફિકના જ ASI દ્વારા એટ્રોસિટી અને ખંડણીની ફરિયાદ નોંધાવવામાં આવી છે, ત્યારે સામાન્ય લોકો સાથે રાજનેતાઓ પણ મેહુલ બોઘરાના સમર્થનમાં આગળ આવી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) હવે મેહુલ બોઘરાના સમર્થનમાં આવ્યા છે.
ADVERTISEMENT
પોલીસે કિન્નાખોરી રાખીને હુમલો કર્યો
જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, આ ના ચલાવી લેવાય તેવી અત્યંત નિંદનીય ઘટના છે. મેહુલ બોઘરા આજ દિન સુધી ખોટા કે ગેરકાયેદાસર કૃત્યમાં જોડાયેલો હોય તેવો પુરાવો સામે આવ્યો નથી. પોલીસના મિત્રોના ભ્રષ્ટાચારને અનેક વખત ઉજાગર કર્યો છે, લોકો તેને જાણે છે. પોલીસને એ વાતની જ બળતરા હતી. અગાઉ પોલીસને એક્સપોઝ કરી તેની કિન્નાખોરી રાખીને આ વખતે તેના પર હુમલો કર્યો છે.
તેમણે કહ્યું કે, હુમલાને હું સ્પષ્ટ શબ્દોમાં વખોડું છે, તેની સાથે છું. સુરતમાં ફરી કોઈ કૌભાંડને ખુલ્લું પાડવું હોય તો હું તેની સાથે જઈશ. એની સામે જે ફરિયાદ થઈ છે, મને તેમાં કોઈ તથ્ય જણાતું નથી. હું મેહુલની સાથે છું.
TRBના હેડ દ્વારા કરાયો હતો હુમલો
નોંધનીય છે કે, સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો પાસેથી ખોટી રીતે બેફામ ઉઘરાણી કરાવાતી હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. એવામાં એડવોકેટ મેહુલ બોઘરા ગઈકાલે લસકાણા પોલીસ ચોકી પાસે પહોંચીને સોશિયલ મીડિયા પર લાઈવ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન TRBના સુપરવાઈઝર તેના પર લાકડી લઈને તૂટી પડ્યો હતો. જેમાં એડવોકેટ લોહીલુહાણ થઈ જતા તેને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદ લોકોએ સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યો હતો.
ADVERTISEMENT