દર્શન ઠક્કર.જામનગરઃ ભાજપનો આંતરિક ડખો જ્યારે જાહેરમાં આવી ગયો ત્યારે શું થયું તે જામનગર સહિત રાજ્ય અને દેશની જનતાએ પણ જોયું. ધારાસભ્ય રિવાબા અને સાંસદ પૂનમ માડમ વચ્ચેનો આંતરિક કલેશ જ્યારે જાહેરમાં આવ્યો ત્યારે વચ્ચે પડેલા મેયરને પણ રિવાબાએ રોકડું પરખાવ્યું હતું. આ ઘટનાનો વીડિયો જાહેરમાં આવ્યો ત્યારે ભાજપ નેતાઓએ પરિવારમાં થતી નારાજગી અને સામાન્ય બાબત હોવાનું મીડિયા સમક્ષ રજુ કર્યું. જોકે પરિવારની વાતમાં જ્યારે ઓકાત અને ઓવર સ્માર્ટ જેવી વાતો લોકોએ સાંભળી ત્યારે લોકોને પણ ખબર પડી કે આ પરિવારની વાત કરતા રાજકીય ગજગ્રાહ વધારે લાગી રહ્યો છે. જેને પગલે લોકોમાં વિવિધ ચર્ચાઓ થવા લાગી અને હવે આ મામલામાં વિવિધ સમાજોએ નેતાઓના હાથ પકડવાનું શરૂ કર્યું છે.
ADVERTISEMENT
Chandrayaan-3 લેન્ડિંગમાં છેલ્લી ઘડીએ ફેરફાર, રશિયાની નિષ્ફળતા બાદ કાચબા ચાલ કરશે
રાજકીય લડાઈમાં સામાજીક ફ્લેવર સાથે
ગત 17 મી ઓગસ્ટના રોજ શહેરના લાખોટા તળાવ નજીક શહીદ સ્મારક ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન ભાજપની મહિલા નેતાઓ વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. જેમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી ત્રણેય મહિલા નેતાઓ જાહેરમાં તું તું મેં મેં કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. આ મામલો જામનગર સહિત ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે હવે ક્ષત્રિય સમાજ દ્વારા ધારાસભ્ય રિવાબા જાડેજાને સમર્થન જાહેર કર્યું છે. શ્રી રાષ્ટ્રીય ક્ષત્રિય મહા સંઘના કાર્યકરો દ્વારા શહીદ સ્મારકને શ્રદ્ધાંજલિ આપી તેમજ વિવાદના મુદ્દે રિવાબા જાડેજાના સમર્થનમાં હોવાનું જાહેર કર્યું છે. અગાઉ જૈન સમાજ દ્વારા મેયર બેન કોઠારીનું સમર્થન કર્યું હતું અને શહેર ભાજપ કાર્યાલય ખાતે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. ત્યારે હવે ધારાસભ્ય રિવાબા જાડેજાના સમર્થનમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સામે આવ્યા છે. અને જે જગ્યા પર જાહેરમાં શાબ્દિક બોલાચાલી થઈ હતી, ત્યાં રાજપુત સમાજના આગેવાનોએ શહીદોને શ્રધ્ધાંજલિ આપી, ધારાસભ્ય રિવાબાને સમર્થન આપ્યું હતું. આમ, જામનગરમાં ભાજપની મહિલા નેતાઓની શાબ્દિક બોલાચાલીની જવાળાઓ હજુ પણ જોવા મળી રહી છે.
ADVERTISEMENT