અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીને લઈને સત્તા પર આવવા રણનીતિઓ ઘડવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીએ પોતાના 29 ઉમેદવારો ની જાહેરાત કરી દીધી છે ત્યારે કોંગ્રેસ પોતાના ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં જાહેર કરશે. થોડા દિવસ પહેલા સંભવિત ઉમેદવારોના લિસ્ટ જાહેર થયા તે અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, આ આમલે કોઈ જ ઓફિશિયલ ચર્ચા પણ નથી થઈ. જે નામો સામે આવ્યા છે તેમાં કોઈ જ તથ્ય નથી.
ADVERTISEMENT
થોડા સમય પહેલા કોંગ્રેસના ઉમેદવારોના સંભવિત નામ સામે આવ્યા હતા આ મામલે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, હજુતો અમારી સ્કિનિંગ કમિટી પણ નથી બેઠી. હજુ અમારી પાસે ઉમેદવારીનું લિસ્ટ આવી રહ્યું છે. ક્યાંથી આ નામો ચાલી રહ્યા છે તે ખબર નથી. કોઈ ઓફિસિયલ ચર્ચા પણ નથી થઈ. નામ ડિકલેર કે ફાઇનલ થવાની વાત તો બાજુ પર રહી. ઉમેદવારો અને સંગઠનોને સાંભળવાનું શરૂ થયું છે. સ્કિનિંગ કમિટીની જે તારીખ હતી તે પદયાત્રાના કારણે રદ્દ થઈ છે અને હજુ બીજી તારીખ પણ નક્કી નથી થઈ. જે નામો સામે આવ્યા છે તેમાં કોઈ તથ્ય નથી અને તે મામલે કોઈ ચર્ચા નથી થઈ.
સ્કિનિંગ કમિટીની બેઠક મુલતવી રખાઇ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતની સત્તા મેળવવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાને છે અને ભાજપ સત્તા ટકાવી રાખવા લડી રહ્યું છે ત્યારે બે દિવસ પહેલા કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામ જાહેર થયા હતા આ અંગે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે સ્પષ્ટતા કરી હતી. જગદીશ ઠાકોરની સ્પષ્ટતા બાદ હવે કોંગ્રેસના ઉમેદવારની યાદી મોડી જાહેર થશે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે. આ ઉપરાંત કોંગ્રેસની સ્કિનિંગ બેઠક પણ મુલતવી રાખવામાં આવી છે ત્યારે હવે કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી માટે રાહ જોવી પડશે.
ADVERTISEMENT