અમદાવાદ: આજે દિલ્હીના દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ધરસભ્યો સંપર્ક વિહોણા થયા છે ત્યારે ઇસુદાન ગઢવીએ ભાજપ પર આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે, ભ્રસ્ટ ભાજપે નવી મોડસ ઓપરન્ડી અપનાવી છે. જેમ હત્યા કરવાનો પ્લાન કરે તેવી રીતે ભાજપને પબ્લિકનો સાથ ન મળતા સરકાર પાડવાની મોડસ ઓપરન્ડી અપનાવે છે. આ થીયરી થી મહારાષ્ટ સરકાર પડી આસામ અને મધ્યપ્રદેશમાં પણ સરકાર પાડી. ઓપરેશન લોટસ નામ આપી ભાજપ રૂપિયા એકઠા કરી દિલ્હીની ઈમાનદાર પાર્ટીને પાડવાનું ષડયંત્ર કર્યું. પરંતુ દિલ્હીમાં ઓપરેશન લોટસ ફેલ થયું છે.
ADVERTISEMENT
ગુજરાતમાં અરવિંદ કેજરીવાલનો વધતો પ્રભાવ અને ભાજપ ગુજરાતમાંથી જાવાની છે આ કારણે કેજરીવાલને ડિસ્ટર્બ કરવા દિલ્હી સરકાર પાડવાનો પ્રયત્ન કર્યો. ઓપરેશન લોટસ નામ આપી પહેલા શિંદેની જેમ મનીષ સિશોદિયાને પણ મુખ્યમંત્રીની ઓફર કરી અને સરકાર તોડવાની કોશિસ કરી. મનીષ સિશોદિયાએ ઓફર સ્વીકારી નહીં એટલે પ્લાન બી તૈયાર કર્યો
સીબીઆઇ પાસે કરી આ માંગ
ગઢવીએ કહ્યું કે, ધારાસભ્યોને 20 – 20 કરોડ આપી અને ધારાસભ્ય તોડવાની કોશિસ કરી. 40 ધારાસભ્ય તોડવવાની તૈયારી કરી તો ભાજપ પાસે 800 કરોડ રૂપિયા પડ્યા હસે તો પહેલા સીબીઆઇ આની તપાસ કરે. ભાજપે ષડયંત્ર કર્યું છે ત્યારે દુખ સાથે કહેવું પડે છે કે લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે. ભ્રસ્ટ ભાજપ ફરીથી ગુલામ રાષ્ટ્ર તૈયાર કરવા જઈ રહ્યું છે.
દિલ્હીમાં ઓપરેશન લોટસ ફેલ
આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું કે, ઉધ્યોગપતિઓ શાસન ચલાવશે કેટલાક ઉધ્યોગપતિઓ ફંડ આપશે અને તમે તેની દલાલી કરો અને સરકાર તોડો? કોણ ઇશારે ભાજપ કામ કરી રહ્યું છે સવાલ એ છે. 20-20 કરોડ રૂપિયાની ઓફર આપી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તોડવાનો પ્રયાસ કર્યો. એટલા માટે જ અરવવિંદ કેજરીવાલે ધારાસભ્યોની મિટિંગ કરી અને 62 માંથી 53 ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હીમાં ઓપરેશન લોટસ ફેલ ગયું છે. ભાજપના નેતામાં ગભરાહટ થઈ છે.
ADVERTISEMENT