Gujarat News: ઈ વિધાનસભા લોન્ચિંગની આમંત્રણ પત્રિકામાં દ્રૌપદી મુર્મુ (Droupadi Murmu) માટે ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ (President Of Bharat) લખાયું જોઈ Bharat vs INDIA વિવાદને વધુ એક ધક્કો મળ્યો હતો. આ દરમિયાન ભારત-INDIAની ચર્ચા હાલના સમયમાં વેગવંતી બનાવવા પાછળનું રાજકારણ શું છે તેના અંગે ચર્ચાઓ થવા લાગી હતી. કેટલાક લોકોએ આ દ્રશ્ય જોઈ બાબતને આવકારી હતી તો કેટલાકે મતલબ વગરના વાહીયાત રાજકારણ કહીને નારાજગી પણ વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT
G20 બાદ ગુજરાતમાં પણ હવે ‘પ્રેસીડેન્ટ ઓફ ભારત’
G20માં પ્રેસિડેન્ટ ઓફ ભારત લખાયા બાદ હવે ગુજરાતમાં પણ ‘પ્રેસીડેન્ટ ઓફ ભારત’ લખીને આ બાબતની વાતોને વેગ અપાયો છે. આપને જણાવી દઈએ કે ગુજરાત ઇ વિધાનસભાના લોન્ચિંગ માટે આમંત્રણ પત્રિકા તૈયાર કરવામાં આવી છે. ત્યારે ઇ વિધાનસભા માટે આમંત્રણ પત્રિકામાં પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ માટે પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું છે. અહીં તસવીરમાં પણ આપ તેને જોઈ શકો છો.
વડોદરામાં ફ્લેટ એક કરતા વધુ ગ્રાહકોને વેચીને US ભાગતો ઠગ બિલ્ડર મુંબઈ એરપોર્ટ પરથી ઝડપાયો
આપને જણાવી દઈએ કે આ ગુજરાતનો પહેલો એવો કાર્યક્રમ છે જ્યાં ‘પ્રેસીડેન્ટ ઓફ ભારત’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હોય. ગુજરાત વિધાનસભા હાઈટેક બનવા જઈ રહી છે ત્યારે ‘પ્રેસીડેન્ટ ઓફ ભારત’ શબ્દ ફરી વિવાદ ઊભો કરી શકે તેમ છે. અગાઉ ‘પ્રેસીડેન્ટ ઓફ ઈન્ડિયા’ લખવામાં આવતું હતું. જ્યારે હમણાં કેટલાક સમયથી ‘પ્રેસીડેન્ટ ઓફ ભારત’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે ત્યારથી દેશનું નામ INDIAથી બદલી ભારત કરવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે. જોકે આ અંગે અન્ય દલીલો પણ છે કે આટલું કરવા પાછળ શું શું બદલાઈ શકે અને કેટલો ખર્ચ આવી શકે વગેરે બાબતોની ચર્ચાઓને લઈને સોશ્યલ મીડિયાનું બજાર તો ગરમ છે જ પરંતુ સામાન્ય માણસના જીવનમાં કેટલો ફેર પડી રહ્યો છે તે આપણે જોઈ શકીએ છીએ.
દેશની પહેલી ઈ-વિધાનસભા ‘ગુજરાત વિધાનસભા’
ગુજરાત વિધાનસભામાં કાગળ ભૂતકાળ બનશે અને ફાઈલ્સ, દસ્તાવેજો વગેરે ડિજીટલ બની ધારાસભ્યોના પાસેના ટેબલેટમાં જોવા મળશે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઈ-વિધાનસભાનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે. વિધાનસભા અધ્યક્ષનો દાવો છે કે જન પ્રતિનિધિ વિધાનસભાના શૂન્યકાળમાં પણ હવે પ્રશ્નોની રજૂઆત કરી શક્શે. દરેક ધારાસભ્યને 2 ટેબ્લેટ અપાશે. જેમાંથી એક ટેબ્લેટ તે પોતાની પાસે રાખી શક્શે. ગૃહની બધી જ કામગીરી ટેબ્લેટથી સંચાલિત કરવામાં આવશે. હવે માની શકાય કે બજેટથી લઈને પ્રશ્નોની ચર્ચાઓ સહિતની ગૃહની કાર્યવાહી હવે આંગળીના ટેરવા પર થશે. ઉપરાંત ભવિષ્યમાં નાગરિકો પોતાના પ્રશ્નોની સીધી સરકારમાં રજૂઆત કરશે.
ADVERTISEMENT