નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંપત્તિમાં એક વર્ષમાં 26 લાખ રૂપિયાનો વધારો થયો છે. પીએમઓ દ્વારા આપવામાં આવેલી નવીનતમ માહિતીમાં આ વાત સામે આવી છે. આ હિસાબે વડાપ્રધાન પાસે કુલ 2.23 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આમાંની મોટાભાગની બેંકોમાં જમા રાખવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે કોઈ સ્થાવર મિલકત નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં પોતાના હિસ્સાની જમીન દાનમાં આપી હતી.
ADVERTISEMENT
મોદીનું મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ રોકાણ નથી
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરની પોતાની મિલકત દાન માં આપી દીધી છે. વડાપ્રધાન કાર્યાલયની વેબસાઇટ પર આપવામાં આવેલી નવીનતમ માહિતી અનુસાર, મોદીનું બોન્ડ, શેર અથવા મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ પણ પ્રકારનું રોકાણ નથી. પરંતુ તેમની પાસે ચાર સોનાની વીંટી છે જેમની કિંમત 1.73 લાખ રૂપિયા છે. મોદીની સંપત્તિમાં એક વર્ષ પહેલાની સરખામણીએ રૂ. 26.13 લાખનો વધારો થયો છે, પરંતુ તેમની પાસે એવી કોઈ સ્થાવર સંપત્તિ નથી.
વડાપ્રધાન પાસે 35,250રૂ. રોકડા છે
પીએમઓની વેબસાઈટ મુજબ, 31 માર્ચ, 2022 સુધીમાં, મોદીની કુલ સંપત્તિ 2,23,82,504 છે. જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે રહેણાંકની જમીન ખરીદી હતી અને તેઓ અન્ય ત્રણ સાથે સંયુક્ત રીતે તેની માલિકી ધરાવતા હતા અને તેમાં બધાનો સમાન હિસ્સો હતો. સર્વે નંબર 401/a પર ત્રણ અન્ય લોકો સાથે સંયુક્ત હિસ્સો હતો અને તેમાંથી દરેકનો હિસ્સો 25 ટકા હતો. આ 25 ટકાની માલિકી તેમની પાસે નથી કારણ કે તે દાનમાં આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે 31 માર્ચ, 2022ના રોજ કુલ 35,250 રૂપિયાની રોકડ રકમ છે. પોસ્ટ ઓફિસમાં 9,05,105 રૂપિયાના રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રો અને 1, 89,305 રૂપિયા એક જીવન વીમા પૉલિસી છે.
વડાપ્રધાન સાથે આ લોકોએ જાહેર કરી સંપતિ
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ વડા પ્રધાન મોદીના પ્રધાનમંડળના અન્ય સાથીદારોમાં સામેલ છે જેમણે તેમની સંપત્તિ જાહેર કરી છે. સિંઘ પાસે 31 માર્ચ, 2022ના રોજ રૂ. 2.54 કરોડ અને રૂ. 2.97 કરોડની જંગમ અને સ્થાવર સંપત્તિ છે. ધર્મેન્દ્ર પ્રધાન, જ્યોતિરાદિત્ય સિંધિયા, આરકે સિંહ, હરદીપ સિંહ પુરી, પુરષોત્તમ રૂપાલા અને જી રેડ્ડીએ મોદી કેબિનેટના તમામ 29 સભ્યોમાં પોતાની અને તેમના આશ્રિતોની સંપત્તિ જાહેર કરી છે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ પણ છેલ્લા નાણાકીય વર્ષ માટે તેમની સંપત્તિ જાહેર કરી છે. જોકે જુલાઈમાં નકવીએ પોતાનાપદ પરથી રાજીનામું આપ્યું હતું.
ADVERTISEMENT