GUJARAT TAK બેઠકમાં ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ gujarattak.inના લોન્ચિગ કાર્યક્રમમાં અહેમદ પટેલની પુત્રી મુમતાઝ ઉપસ્થિત રહી હતી.તેમણે જણાવ્યું કે, હું અહીં અહેમદ પટેલની દીકરી તરીકે અહીં બેઠી છું, રાજનેતા તરીકે નહીં.રાજનૈતિક વિરાસત માટે મહેનત કરવી પડશે, હકથી નહીં મળે.હું સમાજસેવા કરવા માગું છું, ગ્રાઉન્ડ સાથે જોડાઈને કામ કરવા માંગું છું.
ADVERTISEMENT
આજની કોંગ્રેસ જ નહીં આખી રાજનીતિમાં જ ફરક છે.આ કારણે જ યુવાઓ રાજનીતિમાં આવવા નથી માગતા. રાજનીતિમાં હું ચોક્કસ જોડાઈશ, પરંતુ તે સમય બતાવશે. પિતા અહેમદ પટેલની ખોટ આજે પણ વર્તાય છે.કોઈ માટે બીજા અહેમદ પટેલ બનવું મુશ્કેલ છે.
અહેમદ પટેલ પર તિસ્તાને લઈને લગાવવામાં આવેલા આરોપ અંગે પૂછવામાં આવતા મુમતાઝે જણાવ્યું કે, તિસ્તા સેટલવાડ સાથે નામ ત્યારે જોડવું જોઈએ આજે શું કામ? 25 લાખમાં કઈ સરકાર જાય? મને નથી લાગતું 20 વર્ષે પહેલા આવું થઈ શકે. કોર્ટમાં મામલો જાય તો પણ જે વ્યક્તિ પર આરોપ લાગ્યો છે તે તો અહી છે નહીં, સાચી હકીકત તો તેમણે જ ખબર હોય.
ફૈઝલ રાજકારણમાં આવવા માંગતા હતા. પરંતુ પિતાના અવસાન પછી ડિપ્રેશનમાં રહ્યા. ત્યારબાદ કોમામાં હતા તેમણે ડિપ્રેશનના સમયમાં ટ્વિટ કર્યા હતા. રાજકારણ વિરાસતમાં નથી મળતું તે કામવવી પડે. આજે તેમની દીકરીના કારણે આ મંચ પર છું. સમાજ સેવામાં પ્લેટફોર્મની જરૂર પડે. અમારું નામ અહેમદ પટેલ સાથે જોડાયેલ છે. અમે તેમના સામાજિક કાર્યો આગળ ધપાવવા માંગીએ છીએ. હું રાજકારણમાં જોડાઈશ જરૂર.
મુમતાઝે વધુમાં જણાવ્યું કે, જ્યારે તમે પાર્લામેન્ટમાં જોવ ત્યારે લાગે કે સદનની મર્યાદા નથી રહેતી. સદનમાં મર્યાદા જાળવવી જોઈએ. હું કોઈ પક્ષ વિષે નથી કહેતી. હું મારા પિતાની જેમ બધાને મદદ કરી શકું. મારે પ્લૅટફોર્મની જરૂર છે. 45 વર્ષ બધામાટે દરવાજા ખુલ્લા હતા અને હવે હું આ કામ કરવા માંગુ છું. પબ્લિક સાથે જોડાઈને આ કામ કરવા માંગુ છું. બીજા અહેમદ પટેલ બનવું મુશ્કેલ છે. ક્યારેક લોકોને કાઇ નથી જોતું બસ તેને સાંભળો આ વાત તે ઇચ્છતા હોય છે.
રાજકારણમાં સક્રિય થવા અંગે મુમતાઝ અહેમદ પટેલે જાહેર મંચ પર કહ્યું કે, રાજ કરવું મારી નિયત નથી સમાજ સેવા ઇન્સાનિયત છે. હું ત્યાંથી જ શરૂઆત કરીશ. આમ મુમતાઝે રાજકારણમાં જોડાવા અંગે ઈશારો કર્યો છે.
ADVERTISEMENT