અમદાવાદ: રાજ્યમાં ચુંટણીનો માહોલ જામી રહ્યો છે. રાજ્યમાંથી નેતાઓ ચૂંટણી લડવા તલપાપડ થઈ રહ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરમાં નિવેદન આપ્યું હતું કે ટિકિટ આપશે તો હું ચૂંટણી લડીશ ત્યારબાદ હવે રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલે ચૂંટણી લડવા અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પક્ષ ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ.
ADVERTISEMENT
રાજકોટ શહેર ભાજપ દ્વારા છેલ્લાં 15 વર્ષથી ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.ત્યારે આ વર્ષે પણ રાજકોટ શહેર ભાજપ દ્વારા ગણેશઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ સ્થાપન વખતે રાજકોટ દક્ષિણના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ, પાર્ટી જે નિર્ણય કરશે એ માન્ય છે.
રાજકોટ દક્ષિણ બેઠક પર રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ કમલેશ મીરાણીને ટિકિટ ફાળવવાની વાતો ચાલી રહી છે ત્યારે આ અંગે રાજકોટની દક્ષિણ બેઠકના ધારાસભ્ય ગોવિંદ પટેલની ટિકિટ કાપવામાં આવે છે તેવી ચર્ચા ચાલી રહી છે આ વાંચે તેમણે નિવેદન આપ્યું છે કે પાર્ટી જે નિર્ણય કરશે તે માન્ય છે. ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ. આમ ભાજપનો જુથવાદ સામે આવી રહ્યો છે.
રૂપાણીનું પત્તું કાપ્યા બાદ રાજકોટમાં વિવાદ વધ્યો
ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનમાં વિજય રૂપાણીનો ભોગ લેવામાં આવ્યો હતો ત્યારે રાજકોટમાં અનેક વિવાદો શરૂ થવા લાગ્યા છે. આંતરિક જુથવાદ પણ વધવા લાગ્યો છે. ફરી રાજકોટ પર વર્ચસ્વ વધારવા વજુભાઈ વાળાને કમાન સોંપવામાં આવી શકે છે.
ADVERTISEMENT