GUJARAT TAK બેઠકમાં ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ gujarattak.inના લોન્ચિગ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ કેમિકલ કાંડ અંગે નિવેદન આપ્યું હતું. આ વિષયને પોલિટિકલ કે પછી પોલીસ પર જ કેન્દ્રિત કરવાનો નથી. આ વિષય પર જવાબદારી લઈને કામ કરવી એ ખૂબ મોટી ચેલેન્જ છે. અમે આ કેમિકલ કાંડ પછી હોસ્પિટલ સુધી દર્દીઓને લઈ જવાથી લઈ તેમના જીવ બચાવવા ખડેપગે ઊભા રહ્યા છીએ. અનેક લોકો માટે આ રાજકીય વિષય હતો, પરંતુ અમારા માટે આ સંવેદનાનો વિષય હતો. અમારી પ્રાથમિકતા પહેલા વધુમાં વધુ લોકોને બચાવવાની હતી, પછી પગલાં લેવાના હતા.રાજસ્થાન, મહારાષ્ટ્ર અને પંજાબમાં જતા ડ્રગ્સને રોકવાની કામગીરી ગુજરાત પોલીસે કરી છે.
ADVERTISEMENT
અમારા માટે આ સંવેદનાનો વિષય છે, રાજકીય નહીં- હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે જો પહેલા દિવસે જ અમે ખડેપગે ત્યાં કાર્યવાહી કરવા લાગ્યા હોત તો પછી લોકોને હોસ્પિટલ સુધી કોણ પહોંચાડશે. જેણે આ કેમિકલ કાંડના આરોપીઓને પકડવા અમે કામગીરી તો હાથ ધરી જ દીધી હતી, એની સાથે જ લોકોને હોસ્પિટલ પહોંચાડવાથી લઈ સારવારમાં કોઈ અછત રહે એની પણ કાળજી રાખી હતી.
ગુજરાતને બદનામ કરવા માટે લોકો તત્પર છે- હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ કહ્યું લોકો અત્યારે ઉડતા પંજાબની જેમ આપણા રાજ્યને ઉડતા ગુજરાત તરીકે બદનામ કરવા તત્પર છે. ગુજરાત પોલીસે ડ્રગ્સ રેકેટના પર્દાફાશ કર્યા જ છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે સાહેબ મને અન્ય રાજ્યોના ઘણા અધિકારીએ આ અંગે ભવિષ્યવાણી કરી જ હતી. કે ગુજરાતને આ મામલે બદનામ કરવા અન્ય લોકો બદનામ કરશે જ.
ગુજરાતનો ઈતિહાસ જુઓ, ભાજપે સ્થિતિ સુધારી- હર્ષ સંઘવી
હર્ષસંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની 2002 પહેલાંની સ્થિતિ વિશે જાણકાર છો. ગુજરાતના યુવાનો સ્કૂલ કે કોલેજ પણ નહોતા જઈ શકતા. મારી ઉંમરના લોકોને સાચી માહિતી આપવી જ જોઈએ. 2022માં અત્યારે ગુજરાત દેશમાં નંબર-1 છે એમાં ભાજપ અને પોલીસનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે.
ADVERTISEMENT