ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત થઈ છે. જીત બાદ આજે ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી તથા નવા મંત્રીમંડળના વિચારણા થઈ હતી. જેમાં વિરમગામથી જીતેલા હાર્દિક પટેલ પણ આ બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપમાંથી મંત્રી મંડળમાં સ્થાન મળવાના વાત પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, પાર્ટી જે જવાબદારી આપશે તે નિભાવીશું
ADVERTISEMENT
હું તો પહેલેથી જ નાના સૌનિકની ભૂમિકા જ નિભાવું છું, પાર્ટી જે જવાબદારી આપશે તે નિભાવીશું. પાર્ટી જે નિર્ણય કરશે તે તમામ ધારાસભ્યો સ્વીકાર કરશે. અમે એ જ માનીએ છીએ કે પાર્ટીનું નેતૃત્વ જ ગુજરાતને વધુ મજબૂત કરશે. મોદીએ જ કહ્યું હતું કે આ સામાન્ય ચૂંટણી નથી આ ચૂંટણીથી 10 વર્ષ માં ગુજરાત કઈ રીતે આગળ વધશે તે માટેની ચૂંટણી છે.
ભૂપેન્દ્ર પટેલની ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરવામાં આવી
આજે ગાંધીનગરમાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. જેમાં નિરીક્ષકો રાજનાથસિંહ, કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાની ઉપસ્થિતિમાં કનુ દેસાઈએ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને પૂર્ણેશ મોદી, શંકર ચૌધરી, મનીષાબેન વકીલ અને રમણ પાટકરે ટેકો આપ્યો હતો. તમામ ધારાસભ્યોના સમર્થન બાદ ભૂપેન્દ્ર પટેલની ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરાઈ હતી.
ADVERTISEMENT