અમદાવાદ: વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ગુલામ નબી આઝાદે પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આઝાદે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પાંચ પાનાનો પત્ર લખી રાજીનામું મોકલ્યું છે.
ADVERTISEMENT
ગુલાબનબી આઝાદના મોદીએ કર્યા હતા વખાણ
વર્ષ 2021 માં રાજ્યસભાના સંસદ ગુલાબનબી આઝાદની ટર્મ પૂરી થઈ હતી આ સાથે અન્ય બીજા 3 સાંસદો પણ નિવૃત થઈ રહ્યા હતા ત્યારે નરેન્દ્ર મોદીએ રાજ્યસભાને સંબોધિત કરી હતી અને સંબોધન દરમિયાન ભાવુક થયા હતા. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના સાંસદ ગુલામ નબી આઝાદના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કાશ્મીરમાં ગુજરાતીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટનાને યાદ કરી અને તે સમયે ગુલામ નબી આઝાદે કરેલી મદદને વાગોળી હતી. જે સદસ્ય આજે વિદાય લઈ રહ્યાં છે એમના માટે તેમના દરવાજા હંમેશાં માટે ખુલ્લા છે.
આઝાદ ઘણા સમયથી હતા નારાજ
ગુલામ નબી આઝાદ લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ હતા. તે કોંગ્રેસના નારાજ નેતાઓના જી-23 જૂથમાં પણ સામેલ હતા. જી-23 જૂથ કોંગ્રેસમાં સતત કેટલાક બદલાવની માંગ કરતુ રહ્યુ છે. આ પહેલા કોંગ્રેસના એક સીનિયર નેતા કપિલ સિબ્બલે પાર્ટીમાંથી રાજીનામુ આપ્યુ હતુ.
પ્રચાર સમિતિના અધ્યક્ષ પદ પરથી આપ્યું હતું રાજીનામું
થોડા દિવસ પહેલા જ ગુલામ નબી આઝાદને પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવ્યા હતા. અધ્યક્ષ બનાવ્યાના કલાકો બાદ જ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. સોનિયા ગાંધી ઈચ્છતા હતા કે કોંગ્રેસ આઝાદના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી લડે. તેથી જ તેમને ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પરંતુ ગુલામ નબીએ પદ મળ્યાના થોડા કલાકો બાદ રાજીનામું આપી દીધું હતું. ત્યારથી રાજકીય વર્તુળોમાં તેમના વિશે અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી.
ADVERTISEMENT