નવસારી પૂર: સાંસદ સીઆર પાટીલે અધિકારીઓ સાથે કરી બેઠક, આપી સૂચનાઓ

રોનક જાની.નવસારીઃ નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે બે દિવસ પહેલા પૂર્ણા નદીમાં આવેલા પૂર બાદ નવસારી શહેરમાં સ્વચ્છતા અને આરોગ્ય અંગે શું કાર્યવાહી…

gujarattak
follow google news

રોનક જાની.નવસારીઃ નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે બે દિવસ પહેલા પૂર્ણા નદીમાં આવેલા પૂર બાદ નવસારી શહેરમાં સ્વચ્છતા અને આરોગ્ય અંગે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમજ છેલ્લા બે વર્ષથી નદીમાં પૂર મામલે કેવા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિષય અંગે અધિકારીઓ સાથે બેઠક યોજી શકાય છે.

સી આર પાટેલે બેઠકમાં શું કહ્યું?

પાટીલે કહ્યું કે જ્યારે પૂર આવ્યું ત્યારે લોકોને સ્થળાંતર કરવા, તેમના ભોજનની સુવિધા આપવા જેવા અનેક કામો કરવામાં આવ્યા હતા. શહેરમાં સ્વચ્છતા અને લોકોના આરોગ્યની ચકાસણી કરીને દવાઓ આપવાની કામગીરી કરવામાં આવશે. પૂર પછી શહેરમાં જે જગ્યાએ ગંદકી અને કચરો જમા થયો છે. તે મામલે અધિકારીઓને વહેલી તકે સફાઈ કરવા સૂચના આપવામાં આવી છે. તેમણે કહ્યું કે શહેરમાં લોકોના આરોગ્યની તપાસ કર્યા બાદ દવાઓ પણ આપવામાં આવશે.

પાટીલે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી નદીમાં આવેલા પૂરને લઈને કેવા પ્રકારના કાર્યક્રમનું આયોજન કરી શકાય તે અંગે અધિકારીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે પૂરને કારણે થયેલા નુકસાનને ઘટાડવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે. સી આર પાટીલની બેઠક બાદ તંત્ર ફરી કામે લાગ્યું હતું. આપને જણાવી દઈએ કે, નવસારીમાં બે દિવસ પહેલા આવેલા પૂરના કારણે શહેરને ભારે નુકસાન થયું છે. અનેક ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. ઘણા લોકોને સલામત બહાર કાઢવા પડ્યા છે. શહેરના અનેક રસ્તાઓ અને પુલોને પણ પૂરને કારણે નુકસાન થયું છે.

    follow whatsapp